Abtak Media Google News

૧૭ થી ૨૩ ઓક્ટોબર દિવાળી વેકેશન: બાર કાઉન્સીલની માંગણીનો સ્વીકાર કરતી હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ તરફી દર વર્ષે તાલુકા અને જિલ્લાની અદાલતોમાં વર્ષ દરમિયાનની કોર્ટ કામકાજની અને ધારાશાીઓ માટેની રજા વર્ષની શરૂઆતમાં જ નક્કી કરી દેવામાં આવે છે. જે મુજબ ચાલુ વર્ષે હાઇકોર્ટ દ્વારા ધારાશાીઓ માટે માત્ર ચાર રજાઓ આપવામાં આવી હતી. બાર કાઉન્સિલે આ મુદ્દે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતા આ વર્ષની દિવાળીની રજાઓમાં ત્રણ દિવસનો વધારો કરી આપવામાં આવ્યો છે અને ૧૭ી ૨૩મી ઓક્ટોબર સુધીની રજાઓ આપવામાં આવી છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન ભરત ભગત અને શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લા સહિતનું એક પ્રતિનિધિ મંડળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીને રૂબરૂમાં મળ્યું હતું. આ મુલાકાતમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે,સમગ્ર દેશની જેમ ગુજરાત રાજ્યમાં પણ દિવાળી એ સૌી મોટો અને મહત્ત્વનો ધાર્મિક તહેવાર છે. આ સમય દરમિયાન ધારાશાીઓ પોતાના કુટુંબ સો તહેવારની ઉજવણી કરતા હોય છે. રજાઓમાં પોતાના સગા સંબંધીઓ અને કુટુંબીજનો સો પિકનિક કે ટૂર ઉપર પણ જતા હોય છે. તેવા સંજોગોમાં માત્ર ચાર દિવસની રજા ખૂબ ઓછી પડતી હોવાી તેઓ કુટુંબ સો તહેવારનો આનંદ માણી શકતા ની.

તેી રજાઓ સંદર્ભે વિચાર કરવો જોઇએ અને કમ સે કમ આ રજા સાત દિવસની કરી આપવી જોઇએ.

આ રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટ તરફી દિવાળીની રજાઓ ૧૭ી ૨૩મી ઓક્ટોબર સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જે વધારાની ત્રણ દિવસની રજાઓ આપવામાં આવી છે, તેના વિકલ્પમાં તાલુકા અને જિલ્લાની અદાલતો સો સંકળાયેલા ધારાશાીઓ અને કોર્ટનું કામકાજ ૨૨-૭-૧૭, ૨૩-૯-૧૭ અને ૨૫-૧૧-૧૭ના રોજ ચાલુ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

સુચિત એડવોકેટસ એક્ટ બીલ અંગે સુપ્રીમમાં રીટ

લો કમિશન ઓફ ઇન્ડિયાના પ્રસ્તાવિત એડવોકેટ્સ એક્ટ ઉપર ફેરવિચારણા કરવાની દાદ માંગતી રિટ પિટિશન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે એસો.એ મહિપાલસિંહ રાણા વર્સીસ ઉત્તર પ્રદેશના કેસમાં ઇન્ટરવેન્શન માટેની રિટ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે સરકાર અને લો કમિશનનને એડેવોક્ટ્સ એક્ટ પર પુનર્વિચાર કરવાનો આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન તરફી યેલી રિટમાં એ મતલબના મુદ્દા ઉપસ્તિ કરવામાં આવ્યા છે કે,લો કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલું આ બિલ સંપૂર્ણપણે એકતરફી છે. કેમ કે તેમાં કાયદાના વ્યવસાય સો સંકળાયેલા એડવોકેટ્સ, હાઇકોર્ટ એડવોકેટ એસો., એડવોકેટ જનરલ્સ, જિલ્લા અને તાલુકા સ્તરના એડવોકેટ એસો. બાર કાઉન્સિલ વગેરેને કોઇ પણ પ્રકારની તક આપ્યા સિવાય જ આ સૂચિત બિલ તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં સૂચિત બિલ જે ઉતાવળે તૈયાર કરવામાં આવ્યું છે એ પણ વિચાર માંગી લેનારો મુદ્દો છે. ન્યાયક્ષેત્રમાં કામ કરતા ધારાશાીઓ સહિત અનેક લોકોની રોજીરોટી સો સંકળાયેલો આ અિત મહત્ત્વનો મુદ્દો છે. તેમ છતાંય સૂચિત બિલ માટેની કોઇ જાહેર નોટિસ રાષ્ટ્રીય કે સનિક અખબારો વગેરેમાં આપીને તેની જાણ મહત્તમ કાયદાના વ્યવસાયીઓને કરવામાં આવી ની.આ રિટમાં વધુમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે,આ સમગ્ર મામલે સર્વોચ્ચ અદાલતે કાયદામાં સુધારાનો આદેશ કરીને ધારાસભાના કાર્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો હોય તેમ જણાય છે. જેી કેટલાક બંધારણીય મુદ્દાઓ પણ ઉપસ્તિ ાય છે.

જેમ કે શું દેશની સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકારને કાયદો ઘડવા આદેશ કરી શકે કે કેમ? લો કમિશનનો રિપોર્ટ મેળવ્યા બાદ કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવાનો આદેશ કરી સંસદમાં કાયદો બનાવવાી સરકારને અટકાવવાનો પ્રયત્ન કરાયો છે કે કેમ? લો કમિશનના રિપોર્ટ સંદર્ભે ન્યાયક્ષેત્રના જજોી લઇને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા તમામ વ્યક્તિઓ સો પરામર્શ કરવામાં આવે તેવો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાંય ગ્રાઉન્ડ પર દૈનિક ધોરણે કામ કરતા એડવોકેટ્સ વગેરે સો તો ચર્ચા વિચારણા કે પરામર્શ કરાયું જ ની. આ તમામ બંધારણીય મુદ્દાઓ પણ રિટમાં ઉપસ્તિ કરીને સૂચિત બિલ પર ફેરવિચારણા કરવાની દાદ માંગવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.