Abtak Media Google News

વિક્રમ સંવત ૨૦૭૭ના શુભારંભમાં લાવણ્યમયી મનમોહક રંગો, લાભ-શુભ, સ્વસ્તિક, તોરણીયાથી સજજ ગૃહો-પરિસરો, પુષ્પોની મહેક, મધમધતી મીઠાઈની મીઠાશના સથવારે ઉમળકાભેર ઉજવાતો દિપોત્સવ સૌ પ્રજાજનો માટે લાભદાયી નિવડે તેવો આ વર્ષનો હૃદયનાદ

દિવાળી હિન્દુ તહેવારોનો રાજા છે. ચૌદ વર્ષના વનવાસ અને રાવણનાં વધબાદ ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અંધકારર્ભા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. માટે આ દીપોત્સવી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ ઉપરાંત જૈન, બૌધ્ધ અને શીખ ધર્મમાં પણ દિવાળીનું આગવું મહત્વ રહેલુ છે. માનવાની અંદર રહેવા દુર્ગુણો પર સદ્ગુણોનાંવિજયના પ્રતિકરૂપે દીવો પ્રગટાવવામાં આવે છે. ભારત અને નેપાળના મોટાભાગનાં વિસ્તારમાં લાગણીની મોસમ પૂર્ણ થતા કુદરતનો આભાર માનવામાં આવે છે.ગુજરાતમાં દિવાળી એટલે વેપારીઓનો વેપારમાં છેલ્લો દિવસ જેતી વેપારીઓ આ રાત્રે હિસાબના ચોપડાઓનું પૂજન કરે છે. દિવાળીથી લાભ પાંચમ સુધી વેપારીઓ, વેપારમાં રજા રાખી ઉત્સવની મજા માગે છે. રાત્રે આતશબાજી યોજાય છે. ત્યારબાદ પ્રારંભ થાય છે. નૂતનવર્ષનો જાજરમાન જીવન જીવવાના શ્રી ગણેશ માંડવાનો યા પાનુ બદલવાનો પ્રથમ દિવસ દિપાવલીની રાત્રીએ સારા નરસાં કાર્યોનું સિંહાવલોકન કરી નૂતન વર્ષનાં નવ સંકલ્પ સાથે માતાપિતા, સ્નેહી સ્વજન, સદગુરૂના ચરણમાં શરણ લેતા નત માસ્તકે નમન કરી નૂતન વર્ષ માટે, નવશકિત, નવો પ્રકાશ, નવ પ્રેરણા, નવી આશા, આર્શીવાદ પ્રાપ્ત કરવા જૂના વાદ વિખવાદ, વિવાદ વિખેરી, સંવાદ ઉત્પન્ન કરવા જૂના રાગ દ્વેષ, વેર-ઝેર ભૂલી જઈને એને ભોંમા ભંડારી શત્રુનું પર શુભ ઈચ્છવાનો શુભ સંકલ્પ કરવાનો, સત સંકલ્પ કરવાનો દુર્ગુણ, દુરાચારને દફનાવવા, કટીબધ્ધ થવા, પ્રતિજ્ઞા લેવાનો પુનિત પ્રભાવક પર્વ એટલે નૂતન વર્ષ.

કારતક સુદ બીજને ભાઈબીજ તરીકે ઉજવવાનું કારણ એ છે કે, યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને આમંત્રણ આપી ભાવપૂર્વક ભોજન કરાવ્યું હતુ ભાઈ યમરાજે બહેન યમુનાજીને આશીર્વાદ આપતા જણાવ્યું હતુકે, આ દિવસે યમુનાજીમાં સ્નાન કરશે તેને યમનું તેડું નહિ આવે, તેથી આદિવસે યમુનાજીનાં પવિત્રજળમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.

ભાઈ અનને બેન વચ્ચેના પ્રેમનો તાંતણો વિશેષ મજબૂત બનાવવાના આ દિવસે બહેન પોતાના ભાઈને ભાવપૂર્વક ભોજન કરાવી તેની સફળતા અને દીર્ધાયુ માટે પ્રાર્થના કરે છે. ભાઈબીજને યમદ્વિતીયા અથવા ભાવન બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવાર અંતરનાં ઉમળકાથી ઉજવાય છે. આ દિવસે ખીચડી રાંધવાનું આગવું મહત્વ રહેલ છે.

Rtrtret

દીપોત્સવી તહેવારનું સમાપન લાભ પાંચમના શુભદિને થાય છે. લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ દિવસ ઉતમ છે. આ દિવસે ગુજરાતનાં વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમાં સૌ પ્રથમ કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાંવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવામં આવે છે. દિવાળીના તહેવારની રજાઓમાં હર્યા ફર્યા બાદ વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામકાજની શરૂઆત કરે છે. લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ, સમૃધ્ધિ અને ઐશ્ર્ચર્ય માટે પ્રાર્થના કરે છે.

આજે ધનતેરસ: કુબેર-ધનવંતરી દેવનું પૂજન

ધન તેરસએ દિવાળીના તહેવારનો દ્વિતિય દિવસ છે. સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હોવાથી આ દિવસને ધન્વંતરી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આરોગ્ય અને આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજનનું વિશેષ મહત્વ રહેવું છે. શાસ્ત્રોકત કથા મુજબ રાવણે કુબેરની સાધના બાદ જ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી. આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે.

દિપાવલીનો પ્રદોષકાળ પૂજન માટેનો શ્રેષ્ઠ સમય

પ્રદોષકાળ: શનિવારે સાંજે ૬-૦૩ થી ૮-૩૮ સુધી પ્રદોષકાળ છે. વૃષભ સ્થિર લગ્નમાં કુંભ સ્થિર નવમાંશ સાંજે ૬-૧૭ થી ૬-૩૦ સુધી છે. તથા સાંજે ૬-૫૬ થી ૭-૧૦ સુધી તથા વૃષભ સ્થિર લગ્નમાં વૃષભ સ્થિર નવમાંશ છે સાથે લાભ ચોઘડીયું પણ છે.  નિશીય કાળ: રાત્રે ૧૨-૦૫ થી ૧૨-૫૭ સુધી છે તેમાં પણ પૂજન કરવું શ્રેષ્ઠ ગણાય.                              -શાસ્ત્રી રાજદિપ જોષી

‘પર્વો’એકધારી ચાલતી દિનચર્યામાં ઉમંગનો ઠહરાવ લાવે છે…

પર્વોની મહાનભૂમિ એટલે ભારત કે જયાં વિવિધ તહેવારોને મોજથી મનાવવામાં આવે છે. ઉત્સવોને ઉજવવાની પાછળના ધાર્મિક, સામાજીક અને વૈજ્ઞાનિક કારણોનો સમાયેલા છે જ પરંતુ અહી એક ઉલ્લેખ એ પણ કરવાનો કે મહાપર્વ એટલે આજે લોકોનાં જીવનમાં થતા જતા તણાવ, ચિંતા, ભાગદોડ, અને વ્યવસ્તતાથી થોડો દૂર કરહેવાનો, ભૂલવાનો અને તેમાં ઠહરાવ સાથે બદલાવ લાવવાના માર્ગ તરફનું પ્રયાણ પરંપરાથી ઉજવાતા ઉત્સવોની આજે પણ એટલી જ ગરીમા છે. જે પ્રાચીન કાળમાં હતી એ વાત જુદી છે કે સમયાંતરે ઉજવણીની રીતમાં બદલાવ જરૂર આવે છે. પરંતુ આ ઉત્સવો ઉજવવાની પ્રેરણાથી લોકોની એકધારી દિનચર્યામાં નિરસતાને ભૂલીને ઉમંગ ઉત્સાહનો વેગ મળે છે. લોકો બધુ જભૂલી વધામણાને પ્રાધાન્ય આપે છે. ખરેખરતો તહેવારોનાં સમયમાં ઉમંગ-ઉત્સાહ અને આશિર્વાદ જેવા સકારાત્મક ભાવો જો દરેકના હૃદયમાં માત્ર વર્ષભર જ નહી પરંતુ જીવનભર રહે તો ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓને નિવારવામાં મદદ મળે છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને હૃદયનાં દરેક ઉદગારો સકારાત્મક દિશા તરફ પ્રયાણ કરે અને કયારેય ખતમ ન થાય તેવી રીતે પર્વોને વધાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.