Abtak Media Google News

દિવ્યાંગોને મતદાન મથક પર કેવી સુવિધા જોઈએ ?તેની વિશેષ નોંધ મતદારયાદીમાં કરવા કેન્દ્રીય ચૂંટણી પંચનો આદેશ

૧ જુલાઈથી શરૂ થયેલી મતદારયાદી સુધારણા ઝુંબેશમાં દિવ્યાંગ અને મહિલા મતદારોને વિશેષ પ્રાધાન્ય આપવા કેન્દ્રીય ચૂંટણીપંચે સૂચના આપતા મોરબી જિલ્લામાં મહિલા કોલેજ અને જે સ્થળે મહિલાઓ મોટા પ્રમાણમાં કામ કરતી હોય તેવા સ્થળોએ કેમ્પ યોજી મતદાર નોંધણી કરવામાં આવનાર હોવાનું મોરબી જિલ્લા કલેક્ટર આઈ કે પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તા.૧ થી ૩૧ જુલાઈ સુધી સતત એક મહિનો મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવતા આ બાબતે ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદારયાદી ઝુંબેશ અંગે વિગતો આપી હતી.તેમને જણાવ્યું હતું કે આ ઝુંબેશ માં ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ મતદારોની વિશેષ કાળજી લઇ વધુ ને વધુ મતદાન થાય તે જોવા સૂચના મળી છે જે અંતર્ગત બીએલઓ દિવ્યાંગ મતદારોનો ડોર ટુ ડોર સર્વે કરી મતદાનના દિવસે મતદાન મથક પર તેમને વ્હીલચેર કે અન્ય કોઈ વિશેષ સુવિધા જોઈતી હોય તો તે અંગેની નોંધ મતદાર યાદી માં કરવામાં આવશે.

વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી આઈ કે પટેલે જણાવ્યું હતું કે મતદાર યાદીમાં જ્યાં-જ્યાં જેન્ડર રેશ્યો માં તફાવત હશે તેવા વિસ્તારમાં મતદારો બેલેન્સ થાય તેવી તકેદારી પણ રાખવામાં આવશે

આ ઉપરાંત મતદારયાદી સુધારણા ઝુંબેશમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લા માં મહિલા કોલેજ ઉપરાંત જે-જે સ્થળોએ મહિલાઓ વધુ પ્રમાણ માં કામ કરતી હોય તેવી માં જઈને મતદાર નોંધણી કરવામાં આવશે ઉપરાંત તારીખ૯,૧૬ ને ૨૩ જુલાઈન રોજ તમામ બુથ પર બેસી બીએલઓ દ્વારા મતદાર નોંધણી ,સુધારા વધારા સહિતની કામગીરી કરવામાં આવશે.

દરમિયાન આ મતદાર યાદી સુધારણા ઝુંબેશ માં જિલ્લાના તમામ બુથમાં ૧૧૫૦ મતદારો ની સંખ્યા જાળવી રાખવા કેટલાક મતદારોના નામ એક થી બીજા મતદાન મથક માં શિફ્ટ થાય તેમ હોવાની શક્યતા જોતા બુથ લેવલ ઓફિસર તમામ મતદારોનો સંપર્ક કરી આ અંગે ની જાણકારી આપશે જેથી જે મતદારોની ઉમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોય અને મતદારયાદીમાં નામના હોય તો વહેલી તકે મતદારયાદીમાં નામ નોંધાવી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટનીઅધિકારી આઈ કે પટેલ,અધિક જિલ્લા કલેક્ટર પી જી પટેલ,પ્રાંત અધિકારી કેતન જોશી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરી હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.