Abtak Media Google News

કેન્દ્ર સરકારે આપ્યું પ્રમાણપત્ર 

ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ માં બેસ્ટ પોલીસ સ્ટેશનનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ૨૦૧૯ની કામગીરી બદલ બેસ્ટ પોલીસ સ્ટેશનનું સર્ટિફિકેટ દીવ પોલીસ સ્ટેશનને  આપવામાં આવ્યું છે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે દીવ એસ પી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, દિવ પોલીસ સ્ટેશનને આ સૌભાગ્ય પહેલી વખત પ્રાપ્ત થયું છે.જે ખરેખર દીવ અને દીવ  પોલીસ વિભાગ માટે ખુબ ગૌરવની વાત છે.ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે  કેન્દ્રીય ગૃહમંત્રી અને ગૃહ સચિવ બંનેની સહીવાળું બેસ્ટ પોલીસ સ્ટેશન માટેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ૨૦૧૯ના વર્ષ માટેનું  બેસ્ટ પોલીસ સ્ટેશનનું આ સર્ટિફિકેટ દમણ અને દીવ કેન્દ્ર શાસીત પ્રદેશમાં દીવ પોલીસ સ્ટેશનને મળ્યું છે.આ સર્ટિફિકેટ ગૃહ મંત્રાલય દ્વારા જે તે રાજ્ય/કેન્દ્ર શાસીત પ્રદેશમાં મોકલી આપવામાં આવે છે. જે દીવ આવી પહોંચતા દીવ એસ.પી હરેશ્વર સ્વામીના હસ્તે પોલીસ ઇન્સ્પેક્ટર પંકેશ ટંડેલને સુપ્રત કરી અને અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર પંકેશ ટંડેલ ફેબ્રુઆરી, ૨૦૧૯થી એસ.એચ.ઓ., દીવ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળી રહ્યા છે.

દીવ એસ પી  હરેશ્વર વિશ્વનાથન સ્વામીના માર્ગદર્શન હેઠળ દીવ પોલીસ વિભાગ પોતાની ફરજ ખૂબ જ સારી રીતે બધા આવી રહ્યું છે.  આ સાથે દીવની પ્રજા પણ  શાંતિપ્રિય અને સમજદાર છે જેના પરિણામે દીવ પોલીસ સ્ટેશનને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને ખરેખર દીવ  માટે આ ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.