Abtak Media Google News

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર હેઠળના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની માન્યતા પ્રાપ્ત માનસિક દિવ્યાંગ બાળકો તથા બાળ સંભાળ ગૃહના બાળકો એકબીજાને મળે મનોરંજન મેળવે તે માટે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રાજકોટ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ દ્વારા શરદોત્સવે-૨૦૧૯નું આયોજન માનસીક ક્ષતિવાળા બાળકોના ગૃહ, ક્રિસ્ટલ  મોલની પાસે કાલાવેડ રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ હતુ. જેમાં મનો દિવ્યાંગ બાળકો, બાળ સંભાળ ગૃહના બાળકો, સ્ટેટ હોમના બાળકો તેમજ ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના અંતેવાસીઓએ ભાગ લીધેલ હતો. Img 20191015 Wa0006બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર પી.બી.પંડયા:, સમાજ સુરક્ષા ખાતુ ગુ.રા. ગાંધીનગરના નાયબ નિયામક એસ.કે. ઇસરાણી, મહીલા મંડળ અને બાળ કલ્યાણ વિભાગના મહીલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહીલ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ રાજકોટના જજ પંડયા મેડમ તેમજ ચાઇલ્ડ વેલફેર કમીટીના ચેરમેન રક્ષાબેન બોરીચા, તથા ચાઇલ્ડ વેલફેર કમીટીના સભ્યો હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ. તેમજ બાળકોને કલેકટર તથા મહાનુભાવોના હસ્તે શીલ્ડ એનાયત કરી તેમને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા. તેમજ કાર્યક્રમના અંતમાં બાળકો માટે સ્વરુચી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.