Abtak Media Google News

રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કુલ ૧૦૩ બોન્ડેડ ડોક્ટરોને ઇમેઇલ મારફતે હાજર રિપોર્ટ આપવા આદેશ

હાલ કોવિડ-૧૯ કેસો પર કાબુ મેળવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ પત્રકારો સાથે વાતચીત કરતા કલેકટર રેમ્યા મોહને માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો ન વધે તે માટે ડોર ટુ ડોર સર્વેલન્સ વધારાશે. સાથો સાથ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાજકોટના ૨૮ ડોકટરોની સાથે સૌરાષ્ટ્રના બોન્ડેડ ડોકટરોને હાજર થવાના ઓર્ડર કરવામાં આવ્યા છે. જે સરકારની પોલીસીનો ભાગ છે. આ કાર્યવાહીમાં ડોકટરોએ માત્ર હાજર થઈ તેમનો રિપોર્ટ જ રજૂ કરવાનો રહેશે. સિવાય તેઓને કોઈપણ કામગીરી સોંપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, તબીબોના કરવામાં આવેલા ઓર્ડરનું મુખ્ય કારણ એ છે કે, જો કોવિડની સ્થિતિ વણસે તો તેમનો ઉપયોગ અને તેમની કામગીરીનો લાભ લઈ શકાય. હાલ આ તમામ તબીબોને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યા છે. કોરોનાના કેસો અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં કોવિડ કેસો નિયંત્રણમાં છે પરંતુ નગરપાલિકા વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં થોડો વધારો થતાં નગરપાલિકાના તમામ વોર્ડોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેને ધ્યાને લઈ ડોર ટુ ડોર સર્વેલન્સ પણ કરવામાં આવશે.

Vlcsnap 2020 11 26 12H56M45S688 1

હાલ ૪૦૦થી વધુ લોકોની ટીમ સર્વેલન્સની કામગીરીમાં જોડાય છે. આવતીકાલે જિલ્લા કલેકટર અને રાજકોટના નોડલ અધિકારી તરીકે નિયુક્ત થયેલ રાહુલ ગુપ્તાની અધ્યક્ષતાને કોર કમીટીની બેઠક યોજાશે. જેમાં અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવું પણ માનવામાં આવ્યું છે. સાથો સાથ જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ સોફટવેરની મદદથી પીન્ક સ્પોટ વિસ્તારોને ઓળખવામાં આવી રહ્યાં છે. સરકારની અને સ્થાનિક પ્રશાસનની જે કામગીરી છે તેનો મુખ્ય હેતુ એ છે કે, કોવિડ કેસોમાં વધારો ન થાય અને લોકોમાં માસ્ક અંગેની જાગૃતતા પણ જોવા મળે.

કલેકટરના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લાની સ્થિતિમાં અનેક અંશે સુધારો જોવા મળ્યો છે અને હાલ સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું. જેનો શ્રેય કલેકટરે રાબેતા મુજબ કરવામાં આવતા પેટ્રોલીંગને ગણવામાં આવ્યું છે. પત્રકારો સાથે વાતચીત કરતા કલેકટર રેમ્યા મોહને હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, એરપોર્ટના રન-વેનું ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે અને એરપોર્ટ નિર્માણમાં જે કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તે ઓન ટાઈમ થઈ રહ્યાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

સંવિધાન દિવસ નિમિતે કલેકટર સહિત અધિકારીઓએ લીધા શપથ

Vlcsnap 2020 11 26 12H56M56S632 Copy

સંવિધાન દિવસ મિનિતે રાજકોટ જિલ્લાકલેકટર તંત્ર દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ કલેકટર રેમ્યા મોહન, એડિશ્નલ કલેકટર પરિમલ પંડ્યા સહિત કલેકટર કચેરીના કર્મચારીઓએ શપથ લઈ સાર્વભોમને સંસ્થાપિત કરવા માટેના શપથ લીધા હતા. જેમાં તેઓએ સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે તે માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સાથો સાથ તેઓએ દેશની એકતા અને અખંડીતતાને સુદ્રઢ કરી બંધુત્વ વિકસાવવાનો સંકલ્પ પણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.