Abtak Media Google News

બાળ અધિકાર, બાળ સંરક્ષણ, ચાઇલ્ડ લાઇન ૧૦૯૮, હેલ્પલાઇન ૧૮૧, વિધવા પેન્સશન વગેરેનો સમાવેશ

દીવનાં  કલેકટર સલોની રાય અને દીવનાં મામલતદાર  સી.ડી.વાંજાનાં માર્ગદર્શનમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને ચાઈલ્ડ લાઈન દીવના સયુકત પ્રયાસોથી બાળ અધિકાર, બાળ સરક્ષણ, મહિલા હેલ્પલાઇન ૧૮૧, તેમજ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ નાં સંદર્ભમાં માહિતી અને સમજણ આપવામાં આવી હતી. ઘર ઘર જઈ જાગરૂકતા લાવવા માટે આ કાર્યક્રમ સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર  સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં કરવામાં આવેલ હતો.

આ ઘર ઘર જાગરૂકતા કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તેમજ ચાઈલ્ડ લાઈનના કર્મચારીઓ દ્વારા બાળ અધિકાર, બાળ સરક્ષણ, તેમજ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮, મહિલા હેલ્પલાઈન ૧૮૧, વિધવા પેન્શન, વરિષ્ઠ નાગરિક પેન્શન, વરિષ્ઠ નાગરિક પરિચય પત્ર મુદ્દાઓ વિશે વિસ્તૃતથી માહિતી અને સમજણ આપવા માટે આ પહેલની શરુઆત કરેલ છે. તેમજ લોકોને ચાઇલ્ડ લાઈન દીવ ના કો-ઓર્ડીનેટર ભાસ્કર મહેતાએ જણાવેલ કે, જીલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. બાળમજૂરી અને બાળ યૌન શોષણ, જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે જ ઘર ઘર જાગરૂકતા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે. આ ઘર ઘર જાગરૂકતા કાર્યક્રમ દરેક વ્યક્તિ સુધી પોહચી જાય તેવા પ્રયત્ન સાથે આગળ વધારવામાં આવશે. આ  કાર્યક્રમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.