Abtak Media Google News

લોકડાઉનના ચોથા તબક્કા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ મંત્રીઓ સાથે સધન ચર્ચા-વિચારણા કરી ગુજરાતની જનતા ધંધા-રોજગાર કરી શકે તેવી ગાઈડ લાઈન્સ નક્કી કરેલ છે. તેને રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો આવકારે છે.

સખીયા, મેતા, ઢોલ, બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસને સંક્રમિત થતો અટકાવવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુરંદેશી વાપરી તાત્કાલિક અસરકારક પગલા ભરી ભારતને લોકડાઉન કરીને કોરોના વાયરસને સંક્રમિત થતા રોકયું જેના કારણે ભારતમાં કોરોનાનો ફેલાવો અટકાવી શકવામાં આપણે ખૂબ જ સફળ રહ્યાં.

ગુજરાતમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને સીનીયર મંત્રીના વડપણ હેઠળ લોકડાઉનના તબક્કા સમયે રાજ્યની પ્રજાની સુખાકારી માટે અનેક મહત્વના નિર્ણયો લઈને ગુજરાતમાં પણ કોરોના વાયરસને સંક્રમિત થતો અટકાવવામાં સફળ રહ્યાં છે. જેના ખરા યશના ભાગીદાર ખમીરવંતી ગુજરાતની જનતા છે. કેમ કે તેમને સરકારે આપેલા આદેશ અનુસાર પાલન કરીને સરકારને તથા વહીવટી તંત્રને જે સાથ સહકાર આપ્યો છે તે ખરેખર ગુજરાતની શાણી પ્રજા અભિનંદનને પાત્ર છે.

વધુમાં જણાવ્યું કે, સરકારે ચોથા તબક્કાની જે ગાઈડ લાઈન્સ નક્કી કરેલ છે તે મુજબ રાજકોટ જિલ્લાના ઉદ્યોગો-ધંધા-રોજગારો પોતાના વ્યવસાય કરી શકશે. કોરોના વાયરસનું સંક્રમણને રોકવા માટે રાજકોટ જિલ્લાએ જે સહકાર આપ્યો તેવો સહકાર ચોથા તબક્કામાં આપીને આપણા સહુના આરોગ્યના રક્ષણ તેમજ આપક્ષા આડોશ-પાડોશના આરોગ્યના રક્ષણની આપણા સહુકોઈની જવાબદારી છે. જેનું સખતાઈથી પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

કોરોના સંક્રમણને રોકવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, શક્ય હોય તો બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં, બહાર જતા સમયે માસ્ક પહેરવું, ફેસ કવર માસ્કનો ઉપયોગ ઉપયોગ કરવો, દો ગજ કી દુરી રાખવી, સેનેટાઈઝર સાથે રાખવું, હાથના મોજા પહેરી રાખવા, સાબુથી હાથ ધોવા, કોઈ સાથે હાથ ન મિલાવવા, ખાસ તો ઘરના ૬૦ વર્ષથી વધુ ઉમરના અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું, શરીરમાં તાવ, ઉધરસ, નબળાઈ દેખાય તો તાત્કાલિક સારવાર કરાવવી.

અંતમાં રાજકોટ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની પ્રજાએ કોરોનાની પરિસ્થિતિ સામે લડવા જે એકતા બતાવી છે. ઉપરાંત કોરોના વોરીયર્સઓને જે પોતાની જાનના જોખમે અવિરત સેવાઓ કરી છે. જે અભિનંદનીય છે. જનતાએ ત્રર લોકડાઉનમાં જે સાથ સહકાર આપ્યો છે. તેવો ચોથા તબક્કામાં સાથ સહકાર આપશે તેવો જિલ્લા ભાજપના આગેવાનોએ વિશ્ર્વાસ વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.