Abtak Media Google News

ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ૧૨ માર્ચી શરૂ થતી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાતી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓની શ‚આત આગામી ૧૨મી માર્ચી થઈ રહી છે. પરીક્ષાની તડામાર તૈયારીઓ બોર્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આગામી તા.૨૮ ફેબ્રુઆરીના બુધવારી હોલ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે હોલ ટિકિટ અત્યંત મહત્વની હોય છે અને ફિ નિયમનના મામલે અમુક શાળાઓ વિર્દ્યાીઓને જો પુરી ફી નહીં ભરો તો હોલ ટિકિટ આપવામાં નહીં આવે તેવી ચિમકી આપ્યાની ફરિયાદ બહાર આવતા બોર્ડે કોઈ વિર્દ્યાીને હોલ ટિકિટ નહીં મળે તો તેની જવાબદારી આચાર્યની રહેશે.

બોર્ડના પરીક્ષા સચિવના જણાવ્યા મુજબ જે કિસ્સામાં વિર્દ્યાીને હોલ ટિકિટ ન મળે તે કિસ્સામાં વિર્દ્યાીઓએ તાત્કાલીક શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીઓનું ધ્યાન દોરવાનું રહેશે અને બોર્ડ દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઈન નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર જાણ કરવાની રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધો.૧૦ની હોલ ટિકિટના વિતરણ કેન્દ્રો જેમાં સુરેન્દ્રનગરની શેઠ હાઈસ્કૂલ, રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલ, ધોરાજીની સરકારી ક્ધયા વિદ્યાલય, મોરબીની વી.સી.ટેક હાઈસ્કૂલ, જૂનાગઢની ધી ન્યુ બેસ્ટ હાઈસ્કૂલ, વેરાવળની શેઠ એમ.પી.ગર્લ્સ હાઈસ્કૂલ, ઉનાની ગાંધી ક્ધયા હાઈસ્કૂલ, ભાવનગરની નંદકુંવરબા ક્ષત્રીય વિદ્યાલય, અમરેલીની ગાંધી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગરની વાનગર હાઈસ્કૂલ, પોરબંદરની નવયુગ વિદ્યાલય, ભુજની ઈન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, જામખંભાળિયાની જી.વી.જે.સરકારી હાઈસ્કૂલ, બોટાદની એલ.જી.ગર્લ્સ હાઈસ્કૂલ, ભચાઉની એચ.ડી.ડી.ક્ધયા વિદ્યાલયમાંથી હોલ ટિકિટ મેળવવાની રહેશે.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની હોલ ટિકિટના કેન્દ્રોમાં અમરેલીની ગાંધી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, ભુજની ઈન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગરની નવાનગર હાઈસ્કૂલ, જૂનાગઢની ન્યુ બેસ્ટ ઈંગ્લીશ સ્કૂલ, ભાવનગર નંદકુવરબા ક્ષત્રીય વિદ્યાલય, રાજકોટ ભાગ-૧ કરણસિંહજી હાઈસ્કૂલ, ભાગ-૨ સરકારી ક્ધયા વિદ્યાલય (ધોરાજી), સુરેન્દ્રનગર શેઠ હાઈસ્કૂલ, પોરબંદરની નવયુગ વિદ્યાલય, બોટાદની એલ.જી.ગર્લ્સ હાઈસ્કૂલમાંી હોલ ટિકિટ મેળવવાની રહેશ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.