ઉપલેટામાં રમઝાન માસ નીમીતે જરૂરિયાતમંદ તમામ મુસ્લિમ પરિવારોને રોઝા કિટનું વિતરણ

વોર્ડ નં.૯ સેવાભાવી સભ્યો દ્વારા શરબતની બોટલ, ખજૂરના પેકેટ સહિતની જરૂરી વસ્તુની ૧૧૦૦ કિટ વહેચાઈ

ઉપલેટા માં પવિત્ર રમજાન માસ નિમિત્તે જરૂરિયાત મંદ મુસ્લીમ પરિવારો ને રોઝા કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે.

દેશ કોરોનાની ગંભીર મહામારીની મુશ્કેલીથી બચવા માટે લોકડાઉનને આધિન રહી સરકાર શ્રી ના આદેશનું ચુસ્ત પણે પાલન કરી રહ્યું છે તેવા સમયે ઉપલેટામાં મધ્યમ વર્ગના લોકો આર્થિક રીતે પરેશાની ભોગવી રહ્યા હોય તેવી કઠીન પરિસ્થિતિમાં નગર સેવા સદનના વોર્ડ ન. નવ ના સેવા ભાવિ સભ્યો હાજી ભાઈ શીવણી, રિયાઝ રઝાકભાઈ હીંગોરા,લોકશાહી જાગ્રુત મંચ (મેમન ગ્રુપ) ના સ્થાપક હાજી ભાઈ બગસરાવાલા લોકશાહી જાગૃત મંચ ( મેમન ગૃપ) ના પ્રમુખ રસીદ ભાઈ શીવાણી તથા સમગ્ર ટીમ ના સથવારે માનવતા ની ભાવના સાથે દુઆ ની ઝખના ના અભિલાષી બની પવિત્ર રમજાન માસ માં રોજા રાખતી વખતે ઉપયોગ માં આવતી આઇટમો સરબત ની બોટલ, ખજૂર ના પેકેટ, સાથે અન્ય ૮ (આઠ) જેટલી જરૂરી આઇટમોની અગીયારસો  કીટ-બોક્સ બનાવી હશેરમાં રહેતા જરૂરિયાત મંદ મુસ્લીમ પરિવારોને વિતરણ કરવામાં આવેલ છે.કીટ બોક્સ વિતરણ સમયે લાગણી સભર આમંત્રણ ને માન આપી પધારેલા પીરે તરીકત સૈયદ હા.અબ્બા મુજ્જમીલ બાપુ કાદરી, નગર સેવા સદન ના પ્રમુખ શ્રી દાનાભાઈ ચંદ્રવાડીયા – શિક્ષણ સમિતી ના ચેરમેન નિકુલ ભાઈ ચંદ્રવાડીયા – તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી લાખાભાઈ ડાંગર – શહેર ભાજપ પ્રમુખ રમણિકભાઈ ઠુંમર – શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ તથા  જીગનેસ ભાઈ ડેર – માજી સુધરાય સભ્ય રજાક ઓસમાણ હીંગોરા (બાવલા ભાઈ) –  ઉપલેટા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ સૈયદ ગુલામ હુસેન બાપુ બુખારી – ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ શ્રી ભરત ભાઈ રાણપણીયા સમસ્ત મેમન જમાત ના સેક્રેટરી હા.સલીમ ભાઈ સાબુવાળા – ઉપપ્રમુખ અયુબ ભાઈ કટલેરીવાળા કારોબારી હોદેદારો હા. કરીમ ભાઈ તાલુ – હા.જબ્બાર ભાઈ ખાખુ – જાવીદભાઈ ભોજાણી –  હાકમ મદ્રાસા ના પ્રમુખ હા. અસરફ ભાઈ ધરાર, કંટોલ સાદાત જમાત ના પ્રમુખ સૈયદ ઇમ્તિયાઝ બાપુ – સૈયદ સાહનવાઝ બાપુ બુખારી – મુસ્લીમ એકતા સમિતિ ના પ્રમુખ અફઝલ બાપુ કાદરી – હિંગોરા સંધી જમાત ના પ્રમુખ દિલાવર ભાઈ હિંગોરા જાગ્રુત મંચ ના કારોબારી સભ્ય હા.મુનાફ ભાઈ ચણા –  હા.સાલેમામદ ભાઈ સુરીયા, સીરાજ ભાઈ ખીલાસરીવાળા ઘણી  સંસ્થા ના આગેવાનો હોદ્દેદારો પર્ધાયા હતાં.

તમામ મહાનુભાવો આગોવાનો એ નગર સેવા સદન ઉપલેટા ના વોર્ડ ન.૯ ના સભ્યો ને તથા લોકશાહી જાગ્રુત મંચ ની સમગ્ર ટીમ ને તેમની કાબિલે તારીફ માનવતા ભરી સુંદર કાર્યશેલિ ને બિરદાવતા અભિનંદન પાઠવેલ છે.  કીટ બોક્સ પેકિંગ વખતે અને વિતરણ સમયે લોકશાહી જાગ્રુત મંચ ના સેક્રેટરી તન્વીર ભાઈ ધરાર – સકીલ ભાઈ અલાણ -જાકીર ભાઈ પારેખ – સીરાજ ભાઈ ધરાર – એજાજ ભાઈ જાળીયાવાળા- હાફિઝ ભાઈ ચણા – અખ્તર ભાઈ ધરાર – મુનાફ ભાઈ ડોનાલ – અનવર કાલીયા – સાહિદ ચુડવાવાલા, ફિરોઝ ભાઈ ખોખર સહિત ભારે જહેમત ઉઠાવી હતી

Loading...