વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા રાશન કિટનું વિતરણ

કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા જરૂરીયાત મંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાશન કિટ વિતરણમાં કિશોરભાઇ કુહાડા, જીતુભાઇ કુહાડા તથા મિતેશભાઇ પરમારની આગેવાનીમાં લોકડાઉનમાં અવિરત સેવાકીય પ્રવૃતિઓ કરી છે આ સેવાકિય પ્રવૃતિઓ કોળી સમાજ પટેલ નારણભાઇ વાયલુ, સોની સમાજના પૂર્વ પ્રમુખ લક્ષ્મીદાસભાઇ સાગર તથા બારોડ સમાજના પ્રમુખ સુરેશભાઇ માવાણી, ડો. દીલીપભાઇ પરમાર વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઇ વાજા પટેલ સમાજના રસિકભાઇ પટેલ, નારણભાઇ બાડીયા, વિમલભાઇ ફોફડી અરજણભાઇ સહિતના જોડાયા હતા.

Loading...