મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ

હાલ વિશ્વ આખામાં ચાલી રહેલ કોરોના મહામારીથી સ્વ બચાવ તથા તેનું સંક્રમણ અટકાવવાના સરકારની ગાઈડ લાઈન મુજબ મોરબી ઇન્ડિયન લયોનેસ કલબ દ્વારા ગઇકાલે તા.૨૪ના રોજ સીટી પોલીસ સ્ટેશનના સામેના ખુલ્લા મેદાનમાં શાકભાજી તથા ફ્રુટનો ધંધો કરતા દરેક પાથરણા વાળાને માસ્ક, સેનેટાઈઝરની બોટલ તથા મીનરલ વોટરની બોટલ આપી તમામને જાગૃતિનો સંદેશ આપેલ હતો.આ પ્રોજેક્ટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે ૫-૫ મેમ્બરોના અલગ-અલગ ગ્રુપ બનાવી દરેક મેમ્બરને લાભ મળે તેવું આયોજન કરેલ હતું. સેનેટાઈઝર તથા મીનરલ વોટરના ડોનર સેક્રેટરી મયુરીબેન કોટેચા પણ વિતરણ કરવાનો લાભ લીધેલ છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા સેક્રેટરીશ્રી મયુરીબેન કોટેચા, ટ્રેઝરર નયનાબેન બરા, પુનમબેન હીરાની, કામિનીબેન સિંગ, રંજના બેન શાડા, સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કોરોના સંક્રમણમાં સ્વ બચાવ તથા જાગૃતતા અભિયાન મોરબી ઇન્ડિયન લાયોનેસના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ તથા શોભનાબા ઝાલા તથા તેમની કારોબારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતી.

Loading...