સસ્તા અનાજની દુકાનોમાં આજથી નિ:શુલ્ક રાશનનું વિતરણ

144

ટોકન સિસ્ટમથી અપાશે અનાજ  સવારે ૮થી રાત્રે ૮ સુધી રેશનિંગની દુકાનો રહેશે ખુલ્લી

લોકડાઉનના પિરિયડમાં ગરીબોને જમવાની તકલીફ ન પડે તે માટે સરકારે નિશુલ્ક રાશન આપવાનું નક્કી કર્યું છે. આ વિતરણ આજથી શરૂ કરવામાં આવનાર છે. જેના માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરાશે. આ વિતરણ માટે સસ્તા અનાજની દુકાનોને સવારે ૮થી રાત્રે ૮ સુધી ખુલ્લી રહેવાની છે.

કોરોના વાયરસને પગલે થયેલા લોકડાઉનમાં આજથી રાજ્યમાં ગરીબો માટે ખાસ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રાજ્યના અંત્યોદય અને પીએચએચ રાશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારો  જે નિયમિત પણે રાશન દુકાનો પરથી દર મહિને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત આનાજ મેળવે છે, તેવા કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આજથી એપ્રિલ માસનું અનાજ વિનામૂલ્યે આપવાનો આરંભ થશે.

વર્તમાન સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભીડભાડ કર્યા વગર આ અનાજ મેળવી શકે તે માટે સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધારકો આવા લાભાર્થીઓને ૨૫-૨૫ના લોટમાં જ અનાજ લેવા માટે બોલાવે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ત્યાર બાદ ૪ એપ્રિલથી રાજ્યના એવા શ્રમિકો ગરીબો જે રેશન કાર્ડ ધરાવતા નથી, તેમજ અન્ય પ્રાંત રાજ્યમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા છે તેઓને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજ અપાશે.

રાજકોટમાં રાશનની દુકાન બહાર બંદોબસ્ત ફાળવાયો છે.

આજથી સસ્તા અનાજની દુકાનોમાં રાશન વિતરણ શરૂ કરાશે. કોરોના વાયરસની મહામારીના કઠિન સમયમાં નિ:શુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. શહેર અને જિલ્લાની કુલ ૭૫૪ દુકાનોમાં રાશન વિતરણ શરૂ કરાયું છે.

બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડ હોલ્ડરોને રાશન નિ:શુલ્ક આપવામાં આવશે. શહેર પોલીસ દ્વારા રાશનની દુકાનો પર બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

કોને શુ મળશે?

  • અંત્યોદય કાર્ડ ધારકો :

૨૫ કિલો ઘઉં , ૧૦ કિલો ચોખા , ૧ કિલો ખાંડ , ૧ કિલો ચણા દાળ , ૧ કિલો મીઠું

  • બીપીએલ NFSA કાર્ડ ધારકો :

૩.૫ કિલો ઘઉં , ૧.૫ કિલો ચોખા , ૧ કિલો ખાંડ , ૧ કિલો ચણા દાળ , ૧ કિલો મીઠું

  • એપીએલ-૧ NFSA કાર્ડ ધારકો :

૩.૫ કિલો ઘઉં , ૧.૫ કિલો ચોખા , ૧ કિલો ખાંડ , ૧ કિલો ચણા દાળ , ૧ કિલો મીઠું

  • બીપીએલ નોન NFSA કાર્ડ ધારકો :

૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠું

Loading...