વડોદરામાં ટ્રેન પ્રવાસીઓને ફૂડ પેકેટ વિતરણ

કોરોના સંકટ વચ્ચે જિલ્લા કલેકટર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ફૂડ કમિટી ૫૦ દિવસ કરતાં વધુ સમયથી અન્ન સેવાનું કામ રાત દિવસ જોયાં વગર કરી રહી છે.આ કમિટી નાયબ કલેકટર શ્રીમતી ખ્યાતિ પટેલ ના નેતૃત્વ હેઠળ કાર્યરત છે અને વિવિધ સેવા સંસ્થાઓ તેમજ સરકારના વિવિધ ખાતાઓના કર્મચારીઓ તેના કામમાં યોગદાન આપી રહ્યાં છે કમિટીએ શનિવારની મધ્યરાત્રિએ વડોદરા રેલવે સ્ટેશને થી ઉત્તર પ્રદેશના કાસગંજ જવા રવાના થયેલી શ્રમિક વિશેષ ટ્રેનના ૧૭૫૦ પ્રવાસીઓને ફૂડ પેકેટ,પાણીની બોટલ અને સૂકાં નાસ્તાના પેકેટોનું વિતરણ કર્યું હતું.

Loading...