રાજ્યમાં અત્યારસુધીમાં 15.16 લાખ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું: અશ્વિની કુમાર

76

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, રાજ્યમાં ગરીબોને અનાજનું વિતરણ વ્યવસ્થિત રીતે થઇ રહ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં 15.16 લાખ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં દૂધની પણ અછત સર્જાશે નહીં. દૂધ સહકારી મંડળીના સભ્ય ન હોય તેઓ પણ સહકારી મંડળીમાં દૂધ આપી શકશે.

રાજ્યમાં 753 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કવોરન્ટીન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના (IPC 269, 270, 271) 361 અને અન્ય 42  ગુનાઓ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ) નોંધાયા છે. તેમજ 1989 આરોપીની અટકાયત અને 5707 વાહનો જપ્ત કર્યાં છે.

Loading...