Abtak Media Google News

વિવેકાનંદ યુથ કલબ દ્વારા સંસ્થાની શૈક્ષણીક પ્રવૃતિના ભાગરુપે શિક્ષણ સમીતી સંચાલીત સરકારી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા અનાથ ૫૬૩ છાત્રોને જીવદયા પ્રેમી, નિવૃત શિક્ષક એવા સ્વ. વસંતબેન એન. મોદીની પુણ્યસ્મૃતિમાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ સમારોહ જૈન શ્રેષ્ઠી જાણીતા બીલ્ડર જીતુભાઇ બેનાણીના અઘ્યક્ષસ્થાને તથા શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહજી ઠાકુર, ખોડલધામના ટ્રસ્ટી હરેશભાઇ પરસાણા સેવાભાવી મહીલા અગ્રણી શારદાબેન કોઠારીના મુખ્ય અતિથિપદે યોજવામાં આવેલ હતો.

શહેરના મેયર બીનાબેન આચાર્યએ દિપ પ્રગટાવી ઉદધાટન કર્યુ હતુઁ. કાર્યક્રમના પ્રારંભમાં પ્રકાશહાથીએ પ્રાર્થના ગીત રજુ કરેલ હતું.

મેયર સહીતના મહેમાનોએ સંસ્થાની છેવાડાના માનવીને લાભદાયી એવા સુંદર પ્રવૃતિને બીરદાવી લાભાર્થી બાળકોને જીવનમાં સખત પુ‚ષાર્થ કરીે શિક્ષણમાં આગળ આવવા અનુરોધ કરેલ હતો. સંસ્થા દ્વારા દરેક બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, દિનેશભાઇ ગોવાણી, ઉપેનભાઇ મોદી, સ્વાતિબેન જોશી  વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.