સોરઠીયા રાજપૂત યુથ કલબ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

૭૮૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

કોરોના મહામારીમાં રાજપૂત યુથ કલબ દ્વારા સતત ૩૫ દિવસ સુધી આયુર્વેદિક ઓસડીયા અને શકિતવર્ધક રોગપ્રતિકારક શકિત વધારનાર આયુર્વેદીક ઉકાળાનું રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ૩પ દિવસ દરમિયાન નાના બાળકોથી લઇ વૃઘ્ધોએ ઉકાળાનું સેવન કર્યુ હતું.  ૩પ દિવસમાં કલબ દ્વારા ૭૮૦૦ થી વધુ લોકોએ ઉકાળા વિતરણોના લાભ લીધો હતો. ઉપરાંત સોરઠીયા  રાજપુત સમાજના જરૂરીયાતમંદ પરિવારોને કોરોના સમયમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.

સેવાકીય કાર્યોને સફળ બનાવવા સોરઠીયા યુથ કલબના ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહીલ તથા સોરઠીયા યુથ કલબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Loading...