Abtak Media Google News

કોવિડ  ૧૯ સામે સાવચેતીના પગલા રૂપે રાજ્ય સરકારે તમામ આંગણવાડીઓના બાળકોને આંગણવાડીમાં ન લાવવા માટે જરૂરી સૂચના આપેલ છે. જેને ધ્યાને લઈ જૂન માસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના બાળકોને તેમના ઘરે જઈને ગરમ નાસ્તાના બદલામાં પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવે છે.

જિલ્લાની કુલ ૧,૩૪૮ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ૩ થી ૬ વર્ષના ૫૧,૩૫૯  બાળકોના ઘરે જઈને દર ગુરુવારે બાળક દીઠ ૧ કિં.ગ્રા. પોષણક્ષણ સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે, જિલ્લાના આંગણવાડી કેન્દ્રમાં દર ગુરુવારે બાળક દીઠ ૧ કિ.ગ્રા. પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવે છે, જેને ધ્યાને લેતા જૂન માસ દરમિયાન જિલ્લાની આંગણવાડીમાં નોંધાયેલ કુલ ૫૧,૩૫૯ બાળકોને સુખડી વિતરણના ત્રીજા ગુરૂવાર સુધીમાં કુલ ૧.૫૦ લાખ કિ.ગ્રા. થી વધુ પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.