દિલવાલો કી દિલ્લીમાં સલમાન કૃતિ, સોનાક્ષીનો લાઈવ શો

Salman | Sonakshi
Salman | Sonakshi

આગામી રવિવારે રાજધાનીમાં ‘દ-બેંગ’ શો માં પરફોર્મ કરશે બોલીવૂડ સીતારાઓ

નવીદિલ્હીમાં બોલીવૂડ સીતારાઓ આગામી રવિવારે એટલે કે તારીખ ૧૦મી ડીસેમ્બરે લાઈવ પરફોર્મ કરવાના છે.

આ શોનું નામ ‘દ-બેંગ’ છે. તેમાં સલમાન ખાન, કૃતિ શેનોન, સોનાક્ષી સિંહા, ડેઝી શાહ, પ્રભુદેવા, મનિષ પૌલ વિગેરે દિલ્લીના દિલવાલાઓને મંત્રમુગ્ધ કરશે.મૂળ તો આ શો સલમાન ખાનનો છે. એટલે જ તેમાં તેના સિવાય કોઈ મેલ સ્ટાર નથી દ-બેંગ ટૂર તરીકે સલમાન આણી મંડળી ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, બ્રિટન વિગેરે દેશોમાં શો કરી ચૂકી છે. જે સકસેસ રહ્યો છે. હવે તેઆ ‘દ-બેંગ’શો સૌ પ્રથમ ઘર આંગણે દિલ્હીમાં કરી રહ્યા છે. કૃતિ શેનોને કહ્યું કે હું સલમાન સર સાથે પ્રથમ વખત સ્ટેજ શેર કરી રહી છું. ઈનફેકટ આ મારો પ્રથમ લાઈવ પરફોમન્સ હશે. હું બેહદ એકસાઈટેડ છું. સોનાક્ષી અને ડેઈઝી તેઓ સલમાન સાથે અગાઉ કામ કરી ચૂકયા છે.

બાય ધ વે, ફિલ્મ ‘બરેલી કી બરફી‘ની સફળતા બાદ ખૂબસૂરત એકટ્રેસ કૃતિ શેનોન જાણે સાતવા આસમાનમાં વિહાર કરી રહી છે.

સલમાન ખાનને શોથી વિશેષ ફાયદો થશે કેમકે ૨૨મી ડીસેમ્બરે તેની ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હૈ’ રીલીઝ થશે. આ સિવાય, સોનાક્ષી સિંહાને ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ના પાર્ટ-ટુ માટે કરારબધ્ધ કરી લેવામા આવી છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘ઈત’ફાક’ને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.

ટૂંકમાં શો ના તમામ આર્ટિસ્ટ અત્યારે ફૂલ ફોર્મમાં છે. એટલે દિલ્લીનું યુવાધન પાગલ ન થાય તો જ નવાઈ!!!

Loading...