Abtak Media Google News

જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, હરીશચંદ્રસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા

લોધીકા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ગઇકાલે પાળ બેઠકના સભ્ય અને ભાજપના સનિષ્ઠ અગ્રણી દિગુભા જાડેજાની બિનહરીફ વરણી થતાં હર્ષની લાગણી ફેલાઇ છે. કારોબારી ચેરમેન હરીશચંદ્રસિંહ જાડેજાની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વરણી થતાં તેમના રાજીનામાથી ચેરમેનની જગ્યા ખાલી પડતા ચુંટણી યોજાઇ હતી ચુંટણી સમયે ભાજપના ચાર અને કોંગ્રેસના ત્રણ સભ્યો હાથર હતા. દિગુભા જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, બકુલસિંહ જાડેજા (દોમડા) તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરઘ્વજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી હરભમભાઇ કુગશીયા, પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત સભ્યો ભીખુભાઇ ડાંગર, ગોવિંદભાઇ પરમાર, સંજય પટેલ, શૈલેશ નંદાસીયા, જુવાનસિંહ ઝાલા (કારોલ) વિક્રમસિંહ જાડેજા (રાવકી) રાવકી સરપંચ બિન્દુભા જાડેજા વિગેરે ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા પ્રમુખ ડી.કે. સખીયા, મુકેશભાઇ તોગડીયા, પ્રવિણસિંહ જાડેજા (ઇટાળા), પૂર્વ પ્રમુખ અનિલસિંહ ડાભી, મુકેશભાઇ કમાણી સહીતના આગેવાનોએ પણ ભાજપના સંનિષ્ઠ  સક્રિય અને સર્વસંમત અગ્રણી દિગુભા જાડેજા (પાળ) ને ચેરમેન પદે નિયુકિત બાદ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.