Abtak Media Google News

માણાવદર PGVCLના લાઈટમેન રાજુભાઇ રાઠવાની નિષ્ઠાવાન કામગીરી અહીં ઉદાહરણ રૂપ સાબીત થઇ માણાવદર સીટિ નુ ફિડર બંધ થતા જીવના જોખમે લાઇટમેને સમારકામ કર્યું.. માણાવદર પેટાવિભાગ કચેરીના લાઈટમેન રાજુભાઇ રાઠવા મુશ્કેલીના સમયમાં પ્રશંસનીય કામગીરી કરી છે.

માણાવદર ના રસાલા ડેમ માં  તરીને થાંભલા પર ચઢીને જીવના જોખમે સમારકામની કામગીરી કરી છે.. ચાલુ વરસાદે પાણીના પ્રવાહમાં વીજ પોલ પર ચઢીને જોખમી કામગીરી કરી છે.. ત્યારે આ કર્મચારીઓનો બોધ પાઠ આપતો વીડિયો શોશ્યલ મિડીયા માં વાયરલ થયો છે.. શહેરીજનોને વીજળી વગર મુશ્કેલી ન પડે તે માટે રિપેરીંગ કામ કરીને પોતાની કામ પ્રત્યેની નિષ્ઠા  લાઇટમેન રાજુભાઇ રાઠવા એ દર્શાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.