Abtak Media Google News

ભવન્સ લોકડાઉન ૨૦૨૦માં શ્રેષ્ઠ સાહિત્યકારો વિશે યુવા ગુજરાતી કલાકારો જાણે અને તેના પરથી મોનોલોગ-ડુઓલોગ કે સ્ક્રીપ્ટ તૈયાર કરીને તેમની કલાને પ્રોત્સાહિત કરી શકશે

વિશ્વ આખું કોરોનાના સકંજામાં છે. બધું જ બંધ છે. આવી તાળાબંધીમાં કલાકારો, કવિઓ, સંગીતકારો, ગાયકો કોઈકને કોઈક રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કે યુ ટ્યુબની મદદથી પોતાની કલા લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે.થોડે ઘણે અંશે સફળ પણ થયા છે. આવા સમયે ભવન કલા કેન્દ્રએ આપણા શ્રષ્ઠ સાહિત્યકારોનો ભેટો યુવાન ગુજરાતી કલાકારો સાથે કરાવવા માટે એક સુંદર ડિજિટલ હરીફાઈ ગોઠવી છે.

કલાકાર અને કલાને તાળા નથી લગતા. આ સ્પર્ધામાં સાહિત્યકારો જેવા કે, અજય ઓઝા, ભગવતીકુમાર શર્મા, બિંદુ ભટ્ટ, ચંદ્રકાન્ત બક્ષી, ચુનીલાલ મડિયા , ચં. ચી મેહતા, દર્શક, ધ્રુવ ભટ્ટ , ધૂમકેતુ, હિમાંશી શેલાત, ઈશ્વર પેટલીકર, જયંત ખાતરી, જોસેફ મેકવાન, કેતન મુન્શી, ક. મા. મુન્શી, કુન્દનિકા કાપડિયા, પન્નાલાલ પટેલ, રમણલાલ વસંતલાલ દેસાઈ. રામનારાયણ વિશ્વનાથ પાઠક, સારંગ બારોટ, સુન્દરમ, સુરેશ જોશી, ઉમાશંકર જોશી, વર્ષ અડલજા, વિઠ્ઠલ પંડ્યા, અને ઝવેરચંદ મેઘાણી જેવા સાહિત્યકારો સાહિત્યમાંથી પોતાની સ્ક્રિપ્ટ તૈયાર કરી મોનોલોગ (એકપાત્રી), ડુઓલોંગ (બે પાત્રી) અથવા સ્કીટ તૈયાર કરી, વિડિઓ શૂટિંગ કરી રજુ કરી શકે છે. જેની સમય મર્યાદા ૭  મિનિટથી લઇ ૧૫ મિનિટની રહેશે.

આ સ્પર્ધામાં સૌથી અગત્યનું પાસું આપનો અવાજ, ક્લેરિટી, આરોહ અવરોહ, વ્યાકરણ, ભાષા શુદ્ધિ, સ્ક્રિપ્ટ – લખાણ અને સમગ્ર રજુઆતને ધ્યાનમાં રાખવામાં આવશે.  કોસ્ટ્યૂમ , મેક – અપ, પ્રોપર્ટી, સેટ કે પ્રકાશ આયોજન ફરજીયાત નથી. ઘરમાંથી મળી જતી વસ્તુઓ વાપરવીહોય તો વાપરી શકાય પણ એના  કોઈ માર્ક્સ નથી. એડિટેડ વિડિઓ વર્જિત. સિંગલ શોટ – પર્ફોમન્સ હોવો જરૂરી છે. પાશ્વ સંગીત ઉમેરવું હોય તો ઉમેરી શકાય પણ એના કોઈ માર્ક્સ નથી. મ્યુઝિક મિક્સ કરતી વખતે કે પર્ફોર્મસ શૂટ કરતી વખતે એ હાવી ન થઇ એ જોજો.  વિડિઓ આપના ડિજિટલ કેમેરાથી અથવા મોબાઇલ ફોનથી શૂટ કરી શકો છો.

તમામ પર્ફોમન્સનો ફાઈનલ વિડીયો ૩૧ મે ૨૦૨૦ સાંજે ૭:૩૦ સુધીમાં યૂ-ટયૂબ પર અપલોડ કરી એની લીંક અમને bhavanskala [email protected] પર મેઈલ કરશો. જેમાં તમારે કલાકારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, દિગ્દર્શકનું નામ, પાત્રનું નામ, લેખક અને એમના પુસ્તકનું નામ, પ્રકરણ અથવા પાના નંબર અથવા ટુંકી વાર્તા હોય તો એનું શીર્ષક જણાવવાનું રહેશે. સ્પર્ધાને લગતી વિશેષ માહિતી પ્રિતેશ સોઢા મો.૯૮૨૦૨ ૨૯૯૭૦, સાહિત્યને લગતી પુછપરછ દિલીપ રાવલ મો.૯૮૨૦૫ ૪૦૫૯૦, વિરલ રાચ્છ મો.૭૦૧૬૫ ૨૬૭૯૬ ઉપર સંપર્ક કરવાથી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.