Abtak Media Google News

તહેવારો દરમિયાન મહેમાનો અને મિત્રોની સાથે ખરીદી કરતા-કરતા ઘણી વખત આપણે જરૂર કરતા વધારે ખાઇ-પી લઇએ છીએ. એવામાં જો તમે પણ આ ફેસ્ટિવ સિઝન ખાસ કરીને દિવાળીના પ્રસંગે જરૂર કરતા વધારે મિઠાઇ કે ફરસાણ ખાઇ લીધા છે તો હવેના સમય શરીરને રિલેક્સ અને ડીટૉક્સ કરવાનો છે. અમે તમને જણાવવા જઇ રહ્યા છે તે 10 વસ્તુઓ વિશે જેના સેવનથી તમારું શરીર ગણતરીની મિનિટોમાં ડીટૉક્સ થઇ જશે એટલે શરીરની અંદરની ગંદકી નીકળી જશે અને પછી તમે રિલેક્સ ફિલ કરી શકશો.

લીબૂં:

દિવાળીના દિવસે જો તમે જરૂરથી વધારે મિઠાઇ અને તળેલું ખાઇ લીધો છે તો તમારું પેટ ભારી થઇ ગયુ હશે અને ફૂલી ગયું હશે તો તમે લીબૂં ખાઓ. લીબૂંમાં રહેલા અમ્લીય તત્વ તમારી આ સમસ્યાથી છૂટકારો અપાવશે. તમે ઇચ્છો છો તો સવારે હૂફાંળા પાણીમાં લીબૂં નાખીને પી શકો છો..

મધ:

હૂફાંળા પાણીમાં લીબૂંની સાથે મધ નાખીને પીઓ. મધ કૉન્સ્ટિપેશન એટલે કે કબજિયાતથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. પાણીમાં લીબૂં અને મધ નાખીને પીવાથી ડાઇઝેશન સારું થાય છે અને શરીરનો કચરો દૂર કરવામાં મદદ કરે છે.

પાણી:

પોષક તત્વ આપણા શરીરના અલગ-અલગ ભાગમાં સારી રીતે પહોંચી શકે તે માટે પાણી પીવું જરૂરી છે. પાણીની મદદથી આપણા શરીરની વધારાની ફેટ્સ દૂર થાય છે. એટલે તેનો મતલબ એ નથી કે તમે દિવસમાં 10 લિટર પાણી પીઓ. એક દિવસમાં ઓછામાં ઓછું 2 લિટર અને વધારેમાં 8 લિટરથી વધારે પાણી ન પીવું જોઇએ.

પાલક:

તહેવારોમાં જે રીતે ખોરાકનું સેવન કરો છે તેમાં ફેટની માત્રા વધી જાય છે અને ફાઇબરની માત્રામાં ઘટાડો થાય છે. આ સમયે તમારા શરીરને ફાઇબરની જરૂર વધારે છે કેમકે જો શરીરને જરૂરી ફાઇબર ન મળે તો કબજિયાતની સમસ્યા રહે છે. પાલક ખાવાથી શરીરને જરૂરી માત્રામાં ફાઇબર મળશે અને પેટ સંપૂર્ણ રીતે સાફ થઇ જશે.

ગ્રીન ટી:

પહેલા 10 પૂરીઓ ખાઇ લેશો અને પછી ગ્રીન ટી પીશો તો તેનો કોઇ ફાયદો નહી થાય. ગ્રીન ટી તમારા માટે ત્યારે જ મદદગાર બનશે જ્યારે તમે ફેસ્ટિવ મૂડમાંથી બહાર આવીને સામાન્ય ખોરાક લેવાનું શરૂ કરી દીધું હશે. ગ્રીન ટીમમાં એન્ટિઑક્સિડેન્ટ્સની માત્રા વધારે હોય છે. જે શરીરની ખોટી ચરબી દૂર કરવામાં મદદ કરે છે.

ટામેટા:

જી હા, ટામેટા એક એવું સુપરફૂડ છે જેની ગુણવત્તાને હંમેશા ઓછી આંકવામાં આવે છે. કેમકે તહેવાર દરમિયાન તળેલું ખાઇ લઇએ છીએ જેનાથી શરીરમાં ટ્રાન્સફેટ પહોંચી જાય છે જેનાથી કેન્સરનો ભય રહે છે. એવામાં ટામેટા ખાવાથી શરીરમાં કેન્સરના પ્રભાવને ઓછો કરી શકાય છે કેમકે ટામેટામાં લાઇકોપીન હોય છે.

ખીરાં કાકડી:

ખીરાં કાકડી ખાવાથી શરીરમાં યૂરિન વધારે બને છે જેનો મતલબ એ છે કે યૂરીનની મદદથી શરીરનો કચરો દૂર થાય છે અને સાથે જ શરીરમાંથી એક્સેસ પાણી નીકાળવવા માટે ખીરા કાકડી મદદગાર છે.

સફરજન:

ફાઇબરથી ભરપૂર સફરજન ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહી લાગે. તમે ઇચ્છો છો તે સફરજનના ટૂકડાને કાપીને પાણીમાં નાખીને રાખો અને પછી તેણે ડિટૉક્સ ડ્રિંક તરીકે પીવો.

બીટ:

લિવરની સફાઇ માટે બીટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે દિવાળીની રાતે વધારે આલ્કોહોલનું સેવન કર્યુ છે તો બીટને ઉકાળીને ખાઓ. બીટમાં બીટાલેન હોય છે, જે શરીરમાં રહેલા કચરાને બેઅસર કરે છે અને સાથે જ યૂરીનના માધ્યમથી શરીરમાંથી નીકાળવામાં મદદ કરશે.

ગાજર:

સફરજનની જેમ ગાજરમાં પણ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને પ્રાકૃતિક રૂપથી ડીટૉક્સ કરવામાં મદદ કરે છે. જો તમે ઇચ્છો છો તો ગાજર, બીટ અને પાલકને મળીને હેલ્ધી જ્યૂસ તૈયાર કરી શકો છો અને પછી ડીટૉક્સ જ્યૂસ તરીકે સેવન કરી શકો છો. આ પાણીને પીવાનો સૌથી સારો સમય સવારનો  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.