પ્રેમની પરિભાષા ૨૧મી સદીમાં બદલાઈ ગઈ?

373

બદલાતા સમયમાં ટેકનોલોજી સાથે સંબંધોમાં પણ આવ્યો મોટો બદલાવ

૨૧મી સદીમાં પ્રેમની પરિભાષા અલગ છે. ૧૯૯૦નો સમયગાળો પૂર્ણ થઈ ચૂકયો છે. ૧૯૯૦ની આસપાસ જન્મ્યા હોય તેવા યુવાનો આગામી સમયમાં પ્રેમની જુદી જ પરિભાષા માટે તૈયાર થઈ જાય તે જરૂરી છે. અત્યાર સુધીનો પ્રેમ ૧૯૮૦ થી ૨૦૦૦ સુધીની ફિલ્મોમાં લોકો જોઈ ચૂકયા છે. જો કે, ૨૦૦૦ બાદ જન્મેલી પેઢી કંઈક અલગ વિચારો ધરાવે છે. પરિણામે ૨૧મી સદીમાં પ્રેમની પરિભાષામાં મસમોટા ફેરફાર જોવા મળ્યા છે.

વર્તમાન સમયે મોટાભાગના નવયુવાનો પ્રેમમાં પડવા માટે લગ્નને ફરજીયાત ગણતા નથી. પ્રેમ કર્યો છે એટલે લગ્ન પણ કરવા જ પડશે તેવું માનનારો વર્ગ એકાએક ઘટી ગયો છે. બીજી તરફ જેન્ડર ઈકવીલીટીનું પ્રમાણ વધ્યું છે. યુવા પેઢીનું માઈન્ડ સેટ બદલાયું છે. યુવાનો ફાયનાન્સીયલ ઈન્ડીપેન્ડન્સ તરફ આગળ વધી રહ્યાં છે. વર્તમાન સમયે બે વ્યક્તિ વચ્ચેના પ્રેમમાં ચાવીરૂપ ભૂમિકા સ્માર્ટફોન ભજવવા લાગ્યા છે. ટેકનોલોજીના વિકાસ સાથે લેટર-પત્રો લખવાનું ચલણ લુપ્તપાય બન્યું છે. રૂબરૂ મળવાનું પણ ઓછુ થવા લાગ્યું છે. તેનું સ્થાન લાઈવ ચેટીંગ એપ્લીકેશને લઈ લીધું છે.  પ્રેમ સંબંધમાં બન્ને પક્ષ તરફથી જોવા મળતી બેકરારી હવે પહેલા જેવી વર્તમાન સમયે ૧૯૯૫થી ૨૦૦૦ વચ્ચે જન્મેલા યુવાનો કેરીયરને વધુ મહત્વ આપવા લાગ્યા છે. પહેલા કેરીયર અને ત્યારબાદ ફેમીલી અને ત્યારબાદ પ્રેમસંબંધોને ક્રમ મુજબ ગોઠવવામાં આવ્યા છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં તફાવત જોવા મળ્યો છે. યુવા પેઢી પ્રોફેશનલ લાઈફને મહત્વ આપવા લાગી છે.

પ્રેમ સીવાય યુવા પેઢી શું ઝંખે છે?

વર્તમાન સમયનો પ્રેમ બદલાયો છે. હવે પ્રેમની સાથે વ્યક્તિ સ્વતંત્ર્તા ઉપર પણ ભાર દેવાયો છે. પ્રેમ એટલે એકબીજાના સંબંધમાં ‘બંધાઈ’ જેવું નહીં પરંતુ ગુંથાઈ’ જેવું તેવું માનવામાં આવી રહ્યું છે. યુવા પેઢીને હવે પ્રોફેશનલ લાઈફ મજબૂત કરવામાં પણ રસ જાગ્યો છે. સંબંધો થોપી બેસાડવા નહીં તે બાબતે જાગૃતતા આવી છે. ઓનલાઈન ડેટીંગનું પ્રમાણ પણ વધ્યું છે.

Loading...