Abtak Media Google News

ધ્રાંગધ્રા તાલુકાના પથૃગઢ ગામે અગાઉ 2018ની ચુંટણી સમયે સામસામે ફોમઁ ભરાયુ હોવાથી મનદુખ રાખી ગઇકાલ સવારે ઠાકોર સમાજના એક પરીવાર દ્વારા મુશ્લીમ પરીવારના ઘર પર હુમલો કરાયો હતો આ હુમલામા મુશ્લીમ પરીવારના ઘર પર પથ્થરમારો કરી ઘરની બહાર પડેલી કારમા તોડફોડ કરાઇ હતી.

ઠાકોર પરીવાર દ્વારા ઘર ઉપર પથ્થરમારા દરમિયાન મુશ્લીમ પરીવારના આઘેડ શખ્સને આંખ તથા માથાના ભાગે ગંભીર ઇજાઁ થઇ હતી. તાલુકા પોલીસ દ્વારા મામલો શાંત કરી દેવાયો છે ત્યારે મુશ્લીમ પરીવાર દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને એક મહિલા સહિત પરીવારના 6 શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુશાર ધ્રાંગધ્રા તાલુકાના પથૃગઢ ગામે રહેતા જેઠાભાઇ ગેલાભાઇ ઠાકોર હાલ સરપંચ છે જે અગાઉ 2018ની ચુંટણીમા જેઠાભાઇ ગેલાભાઇ ઠાકોરના સામે તેઓના જ ગામના અબ્દુલભાઇ કુરેશીએ ફોમઁ ભરેલ હતુ આ ચુંટણીમા ફોમઁ ભયાઁનુ મનદુખ રાખી ઠાકોર તથા મુશ્લીમ પરીવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નાના-મોટા ઝગડા થતા હતા પરંતુ ગત સોમવારના રોજ મોડી સાંજના સમયે પથૃગઢના સરપંચનો ભાણો જીણાભાઇ તથા અબ્દુલભાઇ કુરેશીના દિકરા વચ્ચે હસન કુરેશી વચ્ચે મુંછ મરડવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતે બંન્ને પરીવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ આપોઆપ મામલો શાંત થયો હતો અને બંન્ને પરીવાર વચ્ચે સમાધાન પણ થયુ હતુ.

ગઇકાલ મંગળવારે સવારે ફરીથી આ બંન્ને પરીવાર વચ્ચે થયેલા સમાધાનના તાર વિખેરાઇ ગયા હતા અને ફરીથી બંન્ને પરીવાર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમા બોલાચાલી દરમિયાન ઠાકોર સમાજના પરીવાર દ્વારા એકાએક મુશ્લીમ પરીવારના ઘર પર હુમલો કરતા મુશ્લીમ પરીવાર દ્વારા પોતાના ઘરનો દરવાજો બંધ કરી તમામ પરીવારના સભ્યો ઘરમા પોતાને બંધ કરી બેસી ગયા હતા ત્યારે ઠાકોર પરીવાર દ્વારા મુશ્લીમના ઘર પર પથ્થરમારો કરી ઘરની બહાર પડેલી અલ્ટોકાર GJ-13-NN-9705 નંબરવાળી કારમા તોડફોડ કરી કારને નુકશાન પહોચાડ્યુ હતુ.

ઠાકોર પરીવાર દ્વારા પથ્થરમારામા અબ્દુલભાઇ કુરેશીનામના આઘેડને માથા તથા આંખના ભાગે ઇજાઁ પામી હતી. આ બનાવને લઇને સમગ્ર પથૃગઢ ગામમા સોપો પડી ગયો હતો. ધ્રાગધ્રા તાલુકા પોલીસને ઘટનાની જાણ થતા પીઆઇ એસ.પી.વસુનીયા, સાગરભાઇ ખાંભલા, ધીરુભા પરમાર, ખુમાનસિંહ, મહિપાલસિંહ ડોડીયા સહિતનો સ્ટાફ તુરંત પથૃગઢ ગામે પહોચી ઘટનાને શાંત પાડવાની કોશીસ કરી હતી જ્યારે આ તરફ મુશ્લીમ પરીવારના ઘર પર હુમલાને લઇને ઠાકોર પરીવારના સભ્યો પર ફરીયાદ કરવા માટે મુશ્લીમ પરીવારના ફરીયાદી હસન અબ્દુલભાઇ કુરેશીને પોલીસ પ્રોટેશ્કન સાથે ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા જ્યા હસનભાઇ અબ્દુલભાઇ કુરેશી દ્વારા પથૃગઢના સરપંચ જેઠા ગેલાભાઇ ઠાકોર સહિત પરીવારના 6 શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

પથૃગઢ ગામે ઠાકોર સમાજની વસ્તી વધુ હોય જ્યારે સામા પક્ષે મુશ્લીમ પરીવારનુ એકમાત્ર મકાન હોવાના લીધે અઇચ્છનીય બનાવ ન બને તે હેતુથી ધ્રાગધ્રા પોલીસ દ્વારા પથૃગઢ ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ પોલીસના જણાવ્યા અનુશાર સ્થિતી પર કાબુ મેળવી બંન્ને પરીવાર વચ્ચેના મામલાને ઠાળે પાડી દેવામા આવ્યો હોવાની વિગતો મળી છે.

–> મુશ્લીમ પરીવારના ઘર પર પથ્થરમારો કરેલ ઠાકોર પરીવારના 6 સભ્યો પર હુમલાની ફરીયાદ.

(1) જેઠાભાઇ ગેલાભાઇ ઠાકોર (સરપંચ)

(2) વિનોદ જેઠાભાઇ ઠાકોર

(3) માધા ગેલાભાઇ ઠાકોર

(4) ગોગજી ગેલાભાઇ ઠાકોર

(5) માધાભાઇના પત્નિ

(6) જેઠાભાઇનો ભાણો જીણાભાઇ ઠાકોર

પથૃગઢ ગામે મુશ્લીમ પરીવારના ઘર પર હુમલો થતા બે દિવસ સુધી સમગ્ર પથૃગઢ ગામ પોલીસ છાવણીમા પરીવતીઁત કરી દેવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.