Abtak Media Google News

ધોરાજીની બજારમાં કેરીની સીઝન શરૂ થતા કાચી કેરીનુ કચુંબર અને અથાણુંની સીઝનની શરુવાતમા જ આરોગ્ય તથા ફ્રુટ શાખાની નજર બચાવીને કેટલાક લેભાગુ વેપારી તગડો નફો કરવા અધકચરી કાચી કેરી પકવીને ધડાધડ બજારમાં ઠલવાઈ રહી છે તેવું લોક મુખેથી સાંભળવા મળ્યુ છે.

2 21762 Eઆ અંગેની મળતી વિગત અનુસાર દર વર્ષે ઉનાળાની સીઝનમાં તગડો નફો કરવાની લાહ્યમાં ફળોના અમુક વૈપારીઓ કેમિકલનો ઉપયોગ કરી ઝડપથી કેરી પકવીને નિર્દોષ શહેર જનોના મોમાં પધરાવીને તેમના આરોગ્ય સાથે ચેડાં રીતસર કરે છે. આ અંગે ફળોના વેપારી પાસેથી ખાનગીમાં જાણવા મળ્યું છે. કે કાચી કેરીની વખારથી માર્કેટ સુધીમા કેરી પકવા કેવાં કેવાં પૈતરા કરી રહ્યા છે.

આ અંગે આપેલી માહિતી મુજબ વખાર તથા ગોડાઉનના માલિકો દ્વારા કાચી કેરી વચ્ચે કેલ્શિમ કાર્બાઈડની પડીકીઓ મુકવાને બદલે કેલ્શિયમ કાર્બાઈડને પાણીમા નાંખીને કેરી પકવે છે. આરોગ્ય સાથે ચેડાં કરતાં આ કીમિયામા પાણી સાથે મિક્સ કરેલી 250 ગ્રામ કેલ્શિયમ કાર્બાઈડથી 1 ટન જેટલી કેરી બે દિવસમા પકવી દે છે કાર્બાઈડને પાણીમા નાંખવાથી એસિટીલીન ગેશ ઉત્પન્ન થાઈ છે એરટાઈટ રૂમમાં આ ગેશની ગરમીથી કલાકો મા કેરી પાકી જાય આ પ્રયોગને લેભાગુ વેપારી ધુમાડીયુ કહે છે. ધોરાજી પંથકમાં આવી વખારમા ઓચિંતા રેડ પાડી તપાસ થાય તો કેટલાયે વેપારીના ઢેબરાં અભડાઈ જાય તેમ છે.

Devgad Alphonso Mangoઅનેક અભ્યાસ અને માહિતી મુજબ કેમિકલ પકવેલી કેરી કે અન્યફળો કે શાકભાજી થી અનેક પ્રકારના જોખમી રોગોને આમંત્રણ આપે છે કેન્સર , ફ્રુટ પોઇઝન , મોઢાના ચાંદા , અનિદ્રા , માનસિક તાણ , મેમરી લોસ , મગજના સોજો જેવા અનેક રોગો ની થવા સક્યતા છે. આટલુ જોખમ હોવા છતા સ્થાનિક તંત્રની મુકપ્રક્ષકની ભુમિકાથી આવા લેભાગુ વેપારી તગડો નફો કરવા મોકળું મૈદાન મલે છે. આવા વેપારી સામે સ્થાનિક તંત્ર લાલ આઁખ કરે છે કે દરવર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ગજવા ગરમ કરી ધૃતરાષ્ટ્રની ભુમિકા ભજવશે તે જોવાનુ રહ્યુ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.