Abtak Media Google News

ધોરાજી નાં ફરેણી રોડ પર આવેલ વાડીની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નં 96 ની કિ.રૂ. 28,800/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી ગણનાપાત્ર કેશ શોધી  કાઢતી ધોરાજી  પોલીસ.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબે  રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે *ધોરાજી પોલીસ સ્ટેશન ના પો ઇન્સ શ્રી. એમ. વી. ઝાલા સા. તથા પો.સબ ઇન્સ શ્રી જે. વી. વાઢિયા તથા સ્ટાફના માણસો આજરોજ ધોરાજી PC ચંદ્રસિંહને મળેલ બાતમી હકીકત આધારે ફરેણી રોડ મામાદેવ મંદિર પાસે આવેલ રાકેશભાઈ અંટાળા ની વાડીની ઓરડી  એ રેઇડ કરતા નીચે  મુજબનો પરપ્રાંન્તીય ઇંગ્લીશ દારૂ મળી આવેલ..

(1)ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક 750 એમ.એલ. માપ ની બોટલ રોયલ સ્ટગ પ્રિમીયમ વ્હિસ્કી બોટલ  નંગ- 46 કિમત.રૂ. 13,800/-

(2) ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક 750 એમ.એલ. માપ ની બોટલ મેકડોવેલ્સ નં 1 વ્હિસ્કી બોટલ  નંગ- 50 કિમત.રૂ. 15,000/-

ઉપરોકત મુદામાલ મળી કુલ બોટલ નં 96 રૂ.28,800/- નો મુદામાલ મળી આવેલ અને સદરહું રેઇડમાં નીચે મુજબનાં આરોપી પકડી પાડેલ

(૧) રાકેશભાઈ ગોરધનભાઈ અંટાળા ઉ.વ.48 રહે. જેતપુર રોડ ધોરાજી

(૨) ભુપતભાઈ ભીખાભાઇ  મીણીયા ઉ વ.53 રહે. ફરેણી રોડ ધોરાજી

(૩) પકડવા બાકી ઉકાભાઈ ગોગનભાઇ  રબારી રહે. ભાદર ડેમ પાસે ધોરાજી

આ સમગ્ર કામગીરીમાં પો.ઇન્સ શ્રી  એમ વી ઝાલા સા તથા પ્રો.પો.સબ.ઇન્સ. જે.વી.વાઢીયા તથા હેડ કોન્સ વિજયભાઈ ચાવડા, લાલજીભાઈ જાંબુકિયા તથા પો.કોન્સ ચંદ્રસિંહ  , ઘનશ્યામસિંહ જાડેજા, રમણીકભાઇ, અનિરૂધ્ધસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.