Abtak Media Google News

સાંજે આહિર-બોરીચા સમાજના આગેવાનોના હસ્તે મહાઆરતી: ટુ-વ્હીલર, વોશીંગ મશીન, ગોલ્ડ ઓર્નામેન્ટ, ટીવી જેવા લાખેણા ઈનામો

Dsc 0199

માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસઓના પૂર્ણ સહયોગ દ્વારા નવરાત્રી તા.૧૦ ઓક્ટોબર થી તા.૧૮ ઓક્ટોબર  ૨૦૧૮ સુધી જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે,

આઠમા નોરતે મહેમાનોમાં  ધારા
સભ્ય ગોવિંદભાઈ પટેલ, હીતેશભાઈ બગડાઈ, મહેશભાઈ રાઠોડ, જ્યોતિન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા,  જીવણભાઈ પટેલ, કલ્પકભાઈ મણીઆર, હરીભાઈ ડોડીયા, ગીરીશભાઈ દેવળીયા, અમીનેશભાઈ રૂપાણી, અપૂર્વભાઈ મણીઆર, જીજ્ઞેશભાઈ શાહ, દિપકભાઈ મહેતા, રાજેશભાઈ પારેખ અને ભાવેશભાઈ ગાંધી તથા વિપુલભાઈ ગાંધી,કાશ્મીરાબેન નવાણી તથા નીતીનભાઈ નવાણી , ભાવેશભાઈ પટેલ, સંજયભાઈ શાહ,  મીહીરભાઈ મડેકા તથા શ્રઘ્ધાબેન મડેકા, દિપકભાઈ શાહ, મહેશભાઈ મહેતા, સી.એ.-ભરતભાઈ મીઠાણી, માલવીકભાઈ તથા પ્રિતેશભાઈ,  રાહુલભાઈ મહેતા, અરવિંદભાઈ જૈન, પારસભાઈ દોશી, કિશોરભાઈ મુંગલપરા, નરેન્દ્રભાઈ દવે, ડો.જીતેન્દ્ર અમલાણી, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, કેતનભાઈ વસા, ઓસ્ટ્રોલીયાથી ખાસ પધારેલ મેઘાબેન દોશી ઉપસ્થિતિ રહયા હતા.જ્યારે એન્કર તરીકે મેહુલભાઈ દવે રહયાં હતા.

આઠમાં સાતમાં નોરતે માં જગદંબાની આરતીમાં રજપુત સમાજનાં  કિશોરભાઈ રાઠોડ, જગમાલસિંહ હેરમા, ગોવિંદભાઈ ડોડીયા, રીતેશભાઈ રાઠોડ, હીતેન્દ્રસિંહ ડોડીયા, જયદિપસિંહ રાઠોડ, કિરણભાઈ રાઠોડ, વિરેન્દ્રસિંહ રાઠોડ, બીપીનસિંહ ડોડીયા, કાનજીભાઈ પરમાર, સંદીપસિંહ ડોડીયા, જયુભાઈ રાઠોડ, બેચરભાઈ પરમાર, સુરેશભાઈ સિંધવ, પ્રદિપભાઈ પરમાર, નિરવસિંહ વાઘેલા, સન્નીરાજ પરમારએ આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે આહીર-બોરીચા સમાજનાં આગેવાનો આરતીનો લાભ લેશે.

ગઈકાલે રાત્રે  મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, વિશાલ પંચાલ, પ્રિતી ભટ્ટ અને માલાબેન ભટ્ટ પણ એક થી એક ચડીયાતા હીન્દી – ગુજરાતી રાસ ગરબા રજુ કરી ખેલૈયાઓને મોજ પડાવી દીધી હતી. આજે જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે જેમાં પહેલા નોરતાથી આઠમા નોરતા સુધી ડેઈલી યેલ પ્રિન્સ-પ્રિન્સ એડલ્ટ તથા કીડ્સ કેટેગરીનાં બધા ખેલૈયાઓ વચ્ચે આ જે મેગા ફાઇનલ રમશે અને આમાથી વિજેતા થયેલ ખેલૈયાઓ માટે ટુ-વ્હીલર, ગોલ્ડ ઓર્નામેન્ટ, વોશીંગ મશીન, એલઈડી ટીવી, બાયસીકલ, સોલાર સીસ્ટમ અને ધણી બધી સરપ્રાઈઝ ગીફ્ટ આયોજકો તરફી આપવામાં આવશે.

વિજેતાઓને ગુલાબ સીંગતેલ, રીકોન કવાર્ટસ, એડોર્ન કવાર્ટઝ, મહાવીર ઓર્નામેન્ટસ, નીધી ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા.જજ તરીકે ઉષાબેન વાણી, જીજ્ઞેશ પાઠક, સમીત ત્રિવેદી, ભાવના બગડાઈ ઉપરાંત ડો.અમી મહેતા,  નીકીતા નંદાણી, નીલેશ ગાંધી, અંજલી મનવાણીએ વિઠલાણીએ ઉત્કૃષ્ટ સેવા આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.