સ્વચ્છતા અભિયાન માટે સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કરતા ધોળકિયા સ્કુલનાં બાળવૈજ્ઞાનિકો

89

સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ બાપુનાં આ સુત્રને સાકાર કરવા મદદરૂપ બને તેવી સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કરનાર ધોળકિયા સ્કુલનાં બાળવૈજ્ઞાનિકો રાજયકક્ષાનાં વિજ્ઞાનમેળા માટે પસંદગી પામ્યા છે. આશીતાબેન અને અશ્ચિનભાઈ ગોંડલિયાનાં પુત્ર મંથન તથા હેતલબા અને દિપકસિંહ ઝાલાના પુત્ર ઋતુરાજસિંહ ઈલેકટ્રોનિક સરકીટનો ઉપયોગ કરી ડસ્ટબીન તૈયાર કરેલ છે. કોઈપણ વ્યકિત ડસ્ટબીન પાસે આવશે કે તરત સર્વો મોટર ફરશે પરિણામે ડસ્ટબીનનું ઢાંકણ આપો આપ ખુલ્લી જશે અને ઉપયોગ બાદ તરત જ ડસ્ટબીન બંધ થઈ જશે આ રીતે ડસ્ટબીન જાતે ખુલ બંધ થઈ જશે તેમજ ડસ્ટબીન પૂર્ણ ભરાઈ જશે તેની જાણ પણ મોબાઈલ પર થશે આથી તેમાં રહેલ કચરાનો નિકાલ કરી શકાશે. કે.જી.ધોળકિયા સ્કુલમાં ૮માં ધોરણમાં અભ્યાસ કરતા બંને બાળવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલ આ સ્માર્ટ ડસ્ટબીનનો પ્રોજેકટ રાજયકક્ષાનાં વિજ્ઞાનમેળામાં રજુઆત પામશે.

Loading...