Abtak Media Google News

ઝુંપડપટ્ટીના ૭ લાખ લોકોને તપાસીને શંકાસ્પદોને ક્વોરેન્ટાઈન કરવા, સારવાર આપવામાં આવી: દર્દીઓની સંખ્યામાં તોતિંગ ઘટાડો

ભારતીય ભૂખંડની નહીં પરંતુ એશિયાની સૌથી મોટી ગીચવસ્તી ધારાવી કોરોના હોટસ્પોટમાંથી આબાદ રીતે ઉગરી આવવાની દાસ્તાન અત્યારે કોરોના વાયરસ સામે ઝઝુમતુ વિકસિત દેશ માટે પણ આદર્શ ઉદાહરણ બની રહી છે.

ધારાવીમાં પણ વહિવટીતંત્રનાં કર્મચારી અધિકારીઓએ એપ્રીલ મહિનાથી જ અત્યાર સુધી ૪૭૫૦૦ ઘરના દરવાજાઓ ખોલાવીને તાવ, તાપમાન અને ઓકિસજનના સ્તરનું મૂલ્યાંકન કરીને ઝુંપડપટ્ટી વિસ્તારના ૭ લાખથી વધુ લોકોને તપાસીને જેને જેને રોગના લક્ષણો દેખાયા તેમને તમામને એક એક કરીને નજીકની શાળાઓ અને સ્પોર્ટસકલબમાં ઉભા કરવામા આવેલા કોરોનટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા હતા. ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઠેર ઠેર તાવની સારવાર માટેના દવાખાનાઓ ઉભા કરવામાં આવ્યા હતા. અને યુધ્ધના ધોરણે કામગીરી ઉપાડી લેવામાં આવી હતી. હવે મે મહિનાની સરખામણીમાં દરરોજના નવા ઉમેરતા દર્દીઓની સંખ્યામાં ત્રીજા ભાગનો ઘટાડો થવા પામ્યો છે. આ ઉપરાંત અડધાથી વધુ ભાગના દર્દીઓ સજા થયા છે. મૃત્યુ આંક પણ ઘટી ચૂકયો છે. આવિસ્તારમાં સરેરાશ ૮૦ વસાહતીઓ વચ્ચે એક શૌચાલયનો ઉપયોગ થાય છે.

ભારતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સામે ધારાવીમાં કોરોનાની કાર્યવાહીમાં મે મહિનાથી જ આ વાયરસને મહાત આપવા માટે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને આ કામગીરીનો પ્રચાર સમગ્ર વિશ્ર્વમાં બ્રાઝીલથી દક્ષિણ આફ્રિકાના શહેરો સુધી પોસ્ટરોનાં માધ્યમથી થઈ રહ્યો છે.

મુંબઈ કોર્પો.ના ધારાવીના ઈન્ચાર્જ કિરણ દિપવકરએ જણાવ્યું હતુ કે અહી સોશ્યલ ડિસ્ટન્સના નિયમો જાળવવા શકય નથી અહી તો માત્ર આ વાયરસને મ્હાત આપવા સીવાય કોઈ વિકલ્પ જ નથી. તંત્રને પોઝીટીવ લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યાની ચિંતા હતી.પરંતુ અહી લોકો માંદા થાય તેની રાહ જોવાને બદલે તંત્રએ પરિક્ષણની ઝડપ અને તેનો વ્યાપ દર્દીઓની સંખ્યાનો આંકડો વધે તેની ચિંતા કર્યા વગર ચાલુ રાખ્યો અને તેનાથી ખૂબ મોટી સફળતા મળી અમે ઝડપથી કામગીરીથી મૃત્યુઆંક સિમિત રાખવામાં સફળ થયા છીએ દર્દીઓની સંખ્યાનો આંકડો વધતો જતા છતા તપાસણીનો દોર ચાલુ રાખ્યો અને સતત પણે લોકોને રોગના પ્રાથમિક ચરણમાં જ દર્દીને અલગ તારવવામા સફળ થયું ધારાવી સિવાય મુંબઈમા દર્દીઓ કોરોનાના ખૂબજ મોટા સ્ટેજમાં દવાખશને પહોચછે.ધારાવીમાં અમે તાત્કાલીક દર્દીઓને સારવાર માટે દવાખાને પહોચાડયા છે. આ ઝડપી કામગીરીથી મૃત્યૂઆંકમા ઘટાડો અને દર્દીઓ સાજા થવાની સંખ્યા ધારાવીમાં ૫૧૨૦ સુધી પહોચી છે પોઝીટીવ દર્દીઓ સાજા થવાની ટકાવારી પણ ૪૧% જેટલી છે જે મુંબઈમાં અન્ય વિસ્તારો કરતા ખૂબ ઉંચી છે. નવા દર્દીઓનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.

મે મહિનામાં ધારાવીમાં દરરોજનાં ૬૦ દર્દીઓનો ઉમેરો થતો હતો અત્યારે આ સંખ્યા ૨૦ સુધી પહોચી છે. ભારતમાં ૧૩ જૂન સુધી ૧૧૦૦૦ કેસોનો ઉમેરાનો દર જળવાય રહ્યા છે.

લોકડાઉનનો ચુસ્ત પાલન અને ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી સુનિશ્ર્ચિત અને નિષ્ઠાપૂર્વક કરવાની રણનીતિ ધારાવી માટે પરિણામદાયી બની છે.જો કોઈને તબીયતમાં જરાપણ અસુખ થતુ હોય તો તાત્કાલીક તેને દવાખાને લઈ જવામા આવતા તેની તપાસ થતી અને ડોકટરો તેની સંભાળ લઈ લેતા ૧૦૦ સ્કેવરફૂટમા ૭ની વસ્તી જેવા વિશ્ર્વના સૌથી ગીચ વસાહત કે જયાં લાખો લોકો એક સાથે રહેતા હોય તેવી સ્થિતિમાં ધારાવીની આ ઉપલબ્ધી સામાજીક વિશ્ર્વાસ અને સહકાર વગર પ્રાપ્ત ન થાય. ધારાવીમાં દરેક આઈસોલેશન કેન્દ્રોમાં રાઉન્ડ ધ કલોક તબીબી દેખરેખ, સંપૂર્ણ પણે વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. દેશભરમાં જયારે લાખો લોકો લોકડાઉનમાં રોજગારી ગુમાવી ચૂકયા હતા અને હોસ્પિટલમાં પથારી મળે તે પહેલા જ મૃત્યુને ભેટતા હતા તેવા સમયમાં સામાજીક સેવકો પણ રોગના લક્ષણનો ભોગ બને એટલે તાત્કાલીક દવાખાને દાખલ થઈ જતા હતા તેવા સમયમાં ધારાવીમાં કયારેય આરોગ્ય વિભાગે દર્દીઓની સંખ્યાનો આંકડો ઓછો રાખવાનું દબાણ કરાયું નથી.

કોરોના ‘કેર’સાથે એર લાઇન્સ  કંપનીઓ વચ્ચેની સીટ બૂક કરી શકશે

લોકડાઉનમાં બે માસ સુધી સજજડ બંધ રહેલા પબ્લીક ટ્રાન્સપોર્ટરો તાજેતરમાં અમુક શરતો સાથે પૂર્વવ્રત કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં શ‚ થયેલી વિમાની સેવામાં વચલી સીટ ખાલી રાખવાની ડીજીસીએ દ્વારા આદેશ કરાયો હતો. જે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશનમાં હેઠળ એર ઇન્ડીયાએ ઉડાડેલા વિમાનોમાં આ આદેશોનું પાલન ન કરાયા બદલ એર ઇન્ડીયાના પાયલોટ દેવેન કયાનીએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતા મુંબઇ હાઇકોર્ટે જેના હુકમમાં જણાવ્યું હતું કે કોરોના ગ્રસ્ત દર્દીઓને ફકત ર્સ્પશ થાય એટલે કોઇને કોરોનાનું સંક્રમણ થતું નથી. વિમાનની વચલી સીટ પર બેઠેલા પ્રવાસીને પ્રોટેકટીવ ગાઉન ગ્લોઝ, માસ્ક આપવાથી જોખમ ટળે છે.

તેના નિષ્ણાતોના મત વિશે શંકા કરવાનું કોઇ કારણ નથી જેથી એર લાઇન્સ કંપનીએ કોરોનાનું સંક્રમણ રોકવા માટેની માર્ગદર્શિકાનો અમલ કરીને વચલી સીટમાં મુસાફરોને બેસાડી શકશે. આ અરજીના અનુસંધાને ગત માસે મુંબઇ હાઇકોર્ટે એરલાઇન્સ કંપનીઓને વચલી સીટ ખાી રાખવાનો વચગાળાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આ વચગાળાના હુકમને પણ રદ કરવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર અને એર ઇન્ડીયા થતી સોલીસીટર જનરલ તુષાર મહેતા અને અધિક સોલીસીટર જનરલ અનિલ સીંગે દલીલો કરી હતી જયારે અરજકર્તા પાયલોટ દેવેન કાનાની વતી એડવોકેટ કવિતા અંચન અને અર્ષ મિશ્રા ઉ૫સ્થિત રહ્યા હતા. મુંબઇ હાઇકોર્ટના આ આદેશથી લોકડાઉનમાં સજજડ બંધ રહ્યા બાદ અડધા જ મુસાફરોને પ્રવાસ કરાવવાના કારણે ખોટનો ધઁધો કરી રહેલી એરલાઇન્સ કંપનીઓને રાહત મળવાની સ્થિતિ નિર્માણ થવા પામી છે.

મહારાષ્ટ્રમાં ૭૨ કલાકમાં રર૭ સુરક્ષા જવાનોના ટેસ્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનીવધતી જતી રફતારનો દાયરો આ જંગના મોરચાના સૈનિકોને પણ ઝપટમાં લઇ રહ્યો હોય તેમ છેલ્લા ૭ર કલાકમાં મહારાષ્ટ્રમાં રર૭ પોલિસ કર્મચારીઓના કોવિડ-૧૯ ના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા.

રાજયમાં પોલીસ કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યાનો આંકડે ૩૬૧૫ પહોચ્યો છે. જેમાં અત્યાર સુધીમાં ૧૩૮૮ સક્રિય કેસો ૪૦ મૃત્યુ અને ૨૧૮૭ કર્મચારીઓને સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરીને રજા આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના હેલ્થ બુલેટીનમાં જારી કરેલી વિગતોમાં આજે ૨૭૮૬ કેસ નોંધાયાહતા. જયારે ૧૭૮ કોરોના સંક્રમિત મૃત્યુનો એક દિવસમાં સૌથી ઉંચો મૃત્યુઆંક નોંધાયો હતો. આજે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૧૭૮ મૃત્યુના ઉમેરા સાથે કુલ મૃત્યુ આંક ૪૧૨૮ થયો હતો. ૨૭૮૬ કેસના ઉમેરા સાથે સોમવારે રાજયના કુલ દર્દીઓનો આંકડો ૧૧૦૭૪૭ થયો હતો. જેમાંથી સારવાર બાદ રજા આપી દેવાયેલા દર્દીઓમાં આંક ૨૬૦૪૯ હોવાનું બુલેટીન જણાવાયું હતું.

અમેરિકાની ‘ગુંલાટ’!: એચસીકયુ દવાને હવે કોરોનામાં ‘નુકસાનકારક’ ગણાવી

અમેરિકાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સોમવારે કોવિડ-૧૯નાં દર્દીઓના ઈલાજ માટે વાપરવામાં આવતી હાઈડ્રોકસીકલોરોકવીનનો ઉપયોગ રોકવા ભલામણ કરી છે. આ દવા અંગે એવો દાવો કરાયો છે કે તે કોવિડ-૧૯ સામે બરોબર કામ કરતી નથી અને તેના સાઈડ ઈફેકટ બહુ મોટા પ્રમાણમાં થાય છે. ગત માર્ચ મહિનામાં વહિવટી તંત્રએ આ દવાની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અમેરિકાએ પ્રાયોગિક ધોરણે આ દવાની ભલામણ કરી હતી. આ અંગે એફડીએ એ જણાવ્યું હતું કે, આ દવા પ્રયોગ કોરોના વાયરસ સામે અસરકારક રીતે કારગત નથી તેથી તેનો ઉપયોગ હવે ન કરવો જોઈએ. ગયા ફેબ્રુઆરી મહિનામાં કોવિડ-૧૯ની સારવાર માટે હાઈડ્રોકસીકલોરોકવીન અસરકારક થતી હોવાનું માનીને આ દવાના ઉપયોગની વ્યાપક ભલામણો કરી હતી.

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મે મહિનામાં કોરોનાને અટકાવવા માટે આ દવાના ઉપયોગની ભલામણ કરી હતી. દાયકાઓ જુની મેલેરિયા અને અન્ય વાયરલ તાવ, સંધિવા અને અન્ય તાવ સહિતના રોગો માટે વાપરવામાં આવતી આ દવા જગત માટે નવી મહામારી બનીને સામે આવતા કોવિડ-૧૯ના ઈલાજ માટે અસરકારક અને આદર્શ માનવામાં આવી રહી હતી પરંતુ હવે આ દવા કોવિડ-૧૯ના ઈલાજ માટે ફાયદો કરે છે તેના કરતા વધારે નુકસાનકારક હોવાનું અમેરિકન વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું છે. એચસીકયુના ઉપયોગથી દર્દીને હૃદયનાં ધબકારાના નિયમનમાં મુશ્કેલી ઉભી થઈ જાય છે અને હૃદયનાં ધબકારા વચ્ચેનું અંતર વધ-ઘટ થઈ જવા પામે છે. આ દવાની આડ અસરોમાં હૃદય અચાનક બંધ પડી જાય છે.

એક સર્વેમાં એવું પણ તથ્ય સામે આવ્યું છે કે, દર્દીને હાઈડ્રોકસીકલોરોકવીનના ડોઝ અપાય છે તેમની મૃત્યુ હૃદયરોગથી થવાનું જોખમ વધી જાય છે. અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં કોરોના સામે આ દવાની હિમાયત કરી હતી અને ભારતમાંથી ખાસ કરાર આધારીત આયાત કરીને અમેરિકાએ ૧૦ કરોડ જેટલી હાઈડ્રોકસીકલોરોકવીનની ટેબલેટ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.