Abtak Media Google News

સોમવારે જવાબ રજૂ કરવા ગુજરાત સરકારને આદેશ

સુપ્રીમ કોર્ટે ગુજરાતના ડીજીપી પી પી પાન્ડેયના પ્રમોશન અને ત્રણ મહિનાના એક્સ્ટેન્શન સામેની અરજીનો જવાબ સોમવારે આપવા ગુજરાત

સરકારને કહ્યું છે. ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં જામીન પર બહાર રહેલાં પાન્ડેયને નિવૃત્તિ પછી પણ ફરજમાં ચાલુ રાખવામાં આવ્યા છે.

ચીફ જસ્ટિસ જે એસ ખેહરની બેન્ચે એપ્રિલ અંત સુધી પાન્ડેયને અપાયેલા એક્સ્ટેન્શનને પડકારતી પિટીશનના જવાબમાં એફિડેવિટ ફાઇલ કરવા માટે શુક્રવાર સુધીના સમય આપવાની એડીશનલ સોલિસિટર જનરલ (એએસજી) તુષાર મહેતાની માગણી સો સંમત યા ન હતા. બેન્ચે કહ્યું હતું કે આ સમયગાળો ઘણો લાંબો છે. રાજ્ય ત્રીજી એપ્રિલે કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરે અને તેની સુના્વણી પણ એ જ દિવસે શે.સીનિયર એડવોકેટ કપિલ સિબલે નોંધ્યું હતું કે રાજ્ય પોલીસ વડા સામે એક ક્રિમિનલ

કેસ પણ પેન્ડિંગ છે. જેમાં કતિ હત્યાનો આરોપ છે. તેઓ આ હોદા પર એક દિવસ પણ ન રહી શકે. એના બદલે તેમને સુપરએન્યુએશન બાદ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન પણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.