પેલેસ રોડ સ્થિત માં આશાપુરા મંદિરે અષ્ટમીનો હવન ભક્તિભાવ પૂર્વક સંપન્ન

રાજકોટ રાજ પરિવાર, રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન અને ચંદ્રસિંહ ભાડવા સ્ટડી સર્કલના સંયુક્ત ઉપક્રમે ઠાકોર સાહેબ  માંધાતાસિંહ અને  યુવરાજસાહેબ  જયદીપસિંહ દ્વારા દશેરાએ ઐતિહાસિક વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન

રણજિત વિલાસ પેલેસમાં પરંપરાગત શસ્ત્રપૂજન

આ વખતે પ્રોસેસન નહી: સૌને કોરોના અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા ઠાકોર સાહેબ  માંધાતાસિંહજીનો અનુરોધ

નવરાત્રીના પાવનપર્વની પૂર્ણાહૂતિ સ્વરુપે ગઇકાલે તા. ૨૩ને શુક્રવારે પેલેસ રોડ પર આવેલા માઆશાપુરા માતાજીના મંદિરે પરંપરાગત રીતે હવન પૂર્ણ થયો હતો. ઠાકોર સાહેબ  માંધાતાસિંહ જાડેજા અને યુવરાજ સાહેબ  જયદીપસિંહે યજ્ઞમાં આહૂતિ આપી, બીડું હોમ્યું હતું.

હવે તા. ૨૫ને રવિવારે વિજયા દસમીના શુકનવંતા દિવસે ક્ષત્રીય પરંપરા અનુસાર શસ્ત્રપૂજનરણજિત વિલાસ પેલેસમાં કરવામાં આવશે જો કે આ વર્ષે વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને કોઇકાર્યક્રમ યોજાયો નથી.

ઠાકોર સાહેબ માંધાતાસિંહે જણાવ્યું કે માતાજીનો હવન આજે ભાવપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરી, સરકારની માર્ગદર્શિકા અનુસાર માસ્ક પહેરીને યજ્ઞની વિધિ પૂર્ણ થઇ હતી જેને લોકોએ ફેસબૂક પેજ પર નિહાળી હતી. હવે રવિવારે દશેરાના દિવસેશસ્ત્રપૂજન પણ આ રીતે સાદગી ભર્યા કાર્યક્રમમાં થશે.

એ અંગે વિગત આપતાં ઠાકોર સાહેબે કહ્યું કે દર વર્ષે તો ક્ષત્રીય સમાજના લોકો મોટી સંખ્યામાંરાજપૂત છાત્રાલયે એકત્ર થઇને પદયાત્રા કરીને આશાપુરા મંદિરથી  પેલેસ સુધી પહોંચતા હોય છે.પરંતુ અત્યારે સરઘસ યોજવાનું મુનાસિબ નથી. પારંપરિક કાર્યક્રમમાં સો વ્યક્તિઓનીછૂટ હોવા છતાં આપણે આ વર્ષે શસ્ત્રપૂજન માટે કોઇ મોટો કાર્યક્રમ યોજ્યો નથી.

રવિવારે, વિજયા દસમીના દિવસે સાંજે સાડા ચાર વાગ્યે રણજિત વિલાસ પેલેસ ખાતેશસ્ત્રપૂજન, અશ્વપૂજન, ગાદી પૂજન અને રથનું પૂજન થશે. સમાજના અન્ય લોકો ફેસબુક, યુ ટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામની લિંક દ્વારા વિધિમાં જોડાશે અને પોતપોતાના સ્થાને રહીને શસ્ત્રપૂજન કરશે.

આ કાર્યક્રમ પણ ફેસબુક પેજ, યુ ટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ નિહાળી શકાશે.કોરોનાના કેસની સ્થિતિ હજીસામાન્ય થઇ નથી ત્યારે સૌએ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઇએ એવો અનુરોધ  માંધાતાસિંહે કર્યો છે.

https://www.youtube.com/channel/UCLnUQ642qa-sXlkv4jZaHQ, http://www.facebook.com/royalfamilyofrajkot, http://www.instagram.com/royalfamilyofrajkot  આ લિંક દ્વારા શસ્ત્ર પૂજનમાં જોડાઈ શકાશે. રાજકોટમાં મા આશાપુરા માતાના મંદિરે પરંપરાગત રીતે હવન સંપન્ન થયો હતો. ઠાકોર  માંધતાસિંહ જાડેજા અને યુવરાજ જયદીપસિંહ એ બીડું હોમ્યું હતું.

Loading...