Abtak Media Google News

ભાજપ-કોંગ્રેસની રાજકીય લડાઈથી ત્રસ્ત લોકોએ ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું

રાજકોટ જિલ્લામાં એક સમયે રોડ રસ્તા અને બાંધણી તથાં સુશાસનને લઈને વખણાતા મહારાજા સર ભગવતસિંહજીના ધોરાજી શહેર છેલ્લા ઘણાં વર્ષોથી ભાજપ- કોંગ્રેસ માટે રણમેદાન બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે..થોડા સમય પહેલા ભાજપ સાશિત ધોરાજી નગરપાલિકા દ્વારા લોકોના વિકાસના કામો થતાં ન હોવાથી સરકારીને ખૂદ પોતાની જ ભાજપ સાશિત નગરપાલિકાને સુપરસીડ કરવાની ફર્જ પડી હતી.

જ્યારે વર્તમાન સમયમાં નગરપાલિકામાં કોંગ્રેસનું સાશન હોવા છતાં પણ લોકોના વિકાસના કામો થતાં ન હોવાથી ખૂદ નગરપાલિકા સાશકોએ જ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજીને સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયેલ હતો.કોંગ્રેસના નગરપાલિકા હોદેદારોએ માત્ર બે કલાકના ધરણા પ્રદર્શનને લઈને શહેરમાં ભાજપ- કોંગ્રેસની રાજકીય લડાઈ અને નૌટંકીથી તંગ આવેલ શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.

ધોરાજી શહેરમાં ભાજપ કોંગ્રેસના લોકો વિકાસની વાતો કરીને શહેરીજનોને ગુમરાહ કરી રહ્યાં છે.તેમ છતાં ધોરાજી શહેરમાં લોકોની જરૂરિયાત મુજબ રોડ-રસ્તા,પાણી જેવી પાયાની સુવિધાઓ ભાજપ કે કોંગ્રેસ સંતોષી શક્યું ન હોવાથી લોકમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.શહેરના અનેક વિસ્તારમાં લોકોની પાયાની સુવિધાઓ સ્થાનિક નગરપાલિકા દ્વારા ન સંતોષવામાં આવતા સ્થાનિક લોકોએ ચક્કાજામ કરીને ભાજપ કોંગ્રેસ બંને સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.