Abtak Media Google News

ગઇકાલે ધોરણ ૧૦નું પરિણામ જાહેર થવા પામ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ૬૩.૯૫ ટકા સાથે સૌરાષ્ટ્રમાં બીજા નંબરે અને રાજયમાં દશમાં નંબરે છે.

આ વખતે ગણિતનું પેપર અધરું નીકળતા પરિણામ ધટયું છે. ગઇ વખતે ભાણવડ કેન્દ્રનું ૬૯.૬૨ ટકા પરિણામ હતું જયારે આ વખતે ૫૨.૫૧ ટકા છે. દ્વારકાનું ૫૭.૦૬ ટકા હતુ જયારે આ વખતે ૬૩.૬ર ટકા છે. રાવળ કેન્દનું ગત વર્ષે ૬૮.૩૬ ટકા હતું તે આ વખતે ૭૨.૩૩ ટકા ખંભાળીયાનું ૭૨.૨ ટકા હતું તે આ વખતે ૫૯.૭૪ ટકા, મીઠાપુરનું ૬૨.૭૧ ટકા હતું જે આ વખતે ૫૨.૪૮ટકા, ભાટીયાનું ૮૨.૨૯ ટકા હતું જે આ વખતે ૮૨.૧૯ ટકા, કલ્યાણપુરનું ૭૮.૨૨ ટકા હતું જે આ વખતે ૭૭.૪૦ ટકા, નંદાણાનું ૭૧.૭૭ ટકા હતું જે આ વખતે ૭૦.૯૨ ટકા તેમજ વાડીનગરનું ૪૪.૧૪ ટકા હતું જે આ વખતે ૪૭.૬૫ જાહેર થવા પામ્યું છે.

જિલ્લામાં શૂન્ય પરિણામવાળી શાળા ગત વર્ષે ૩ હતી જે આ વખતે ચાર થઇ છે તો સો ટકા પરિણામ વાળી શાળા ચા હતી તે આ વખતે પાંચ થઇ છે ૩૦ ટકા થી નીચે પરિણામ વાળી શાળા ૧૬ હતી જે આ વખતે ર૬ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.