Abtak Media Google News

વેરાવળમાં બાચકામાં ફેંકીદીધેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

વેરાવળ સલાટ સોસાયટીમા કલ્યાણ સોસાયટી રોડ ઉપર રહેતા મંજુબેન ગોવિંદભાઇ આંજણી નામની મહિલા જે બુધવારના રોજ મંદિર દર્શન કરવાનું તેમજ શાકભાજી લેવા જવાનુ કહી અને ગુમ થયેલ જે પોતાના ધરે સમયસર ન પહોંચતા મંજુબેન નો પુત્ર ભાવેશ ગોવિંદભાઇ આંજણી એ ગુરુવારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવેલ જેથી વેરાવળ પોલીસ ગુમ થયાની ફરિયાદ લઇ મંજુબેન ની શોધખોળ હાથ ધરેલ ત્યારે વેરાવળ સોમનાથ બાયપાસ હાઇવે રોડની સાઈડમા અવાવરૂ જગ્યાએ બાચકામા ફેંકી દિધેલ હાલતમાં લાશ મળતા પી એમ માટે વેરાવળ સરકારી હોસ્પિટલ ખસેડાવામ આવી હતી પણ મંજુબેનના પહેરલા દાગીના લાશમા ન હોવાથી હત્યા થયાનુ પોલીસને ધ્યાનમાં આવતા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં જામનગરમા પી. એમ માટે મંજુબેન ના મૃતદેહને ખસેડવામાં આવેલ ત્યારે તેના પુત્ર ભાવેશ ગોવિંદભાઇ આંજણી એ વેરાવળ સીટી પોલીસમા ફરીયાદ નોંધાવેલ કે તેમના મમ્મી મંજુબેન સોનાના દાગીના દશ તોલા કિ. રૂપિયા ૨,૫૦,૦૦૦ના દાગીના લાશ ન હોવાનુ ખુલતા આ કોઇ અજાણ્યા માણસો એ દાગીનાની લુંટ કરી અને મારી નાખી અને બાચકામા ભરી અને અવાર જગ્યાએ મુકી ગયાની ફરિયાદ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધવતા પી આઇ એન. જી. વાધેલા તપાસ શરૂ કરેલ ત્યારે વેરાવળ કોળીવાડામા રહેતો આરોપી સંજય ધનજી બારીયાની અટકાયત કરી અને પુછપરછ કરતા તેઓ મંજુબેનને મોતને ધાટ ઊતર્યોની કબૂલાત કરેલ મંજુબેન મોતને ધાટ ઉતરનાર આરોપી સંજય ધનજી બારીયા તેઓ એકાદ મહિના પહેલા અટીંગા કારની ખરીદી કરેલ અને ચાર લાખ રૃપિયા જેટલું કરજ થઈ ગયેલ ત્યારે મંજુબેન આરોપી સંજયની દુકાનમા રસ પીવા જતાં હોય જેથી મંજુબેન ડાભોર રોડ ઉપર પગના દુખાવાની બીમારી લીધે દેશી વૈધ પાસે માલીશ કરાવવા જવુ હોય જેથી આરોપી સંજય એ મંજુબેન રીક્ષામાં બેસાડી વેરાવળ કોમ્યુનીટી હોલ સુધી લઈ ગયેલ અને ત્યાંથી પોતાની અટીંગા કારમા બેસાડી ડાભોર રોડ ઉપર દેશી વૈધને ત્યાં પગની માલીશ કરાવી પોતાની ગાડીમા મંજુબેનને તેમના ધરે મુકવા જવાનું કહી ડાભોર રોડ કાંઠે પડેલ એક તકિય લઈ ડારી સીમના દરીયા કાંઠે આવેલ ચુનાભરઠી સામેના ગ્રાઉન્ડમા લઇ ગયેલ અને ગાડી ઉભી રાખી મંજુબેન ધુકો મારી સંજય પોતાની ગાડી રાખેલ તકીયા વડે મોઢે મુગો દઇ મંજુબેનનુ મોત નિપાજવેલ જ્યારે મંજુબેન પહેરેલ સોનાના દાગીના લઇ અને પોતાની ગાડીની સીટમાં મંજુબેનના મૃતદેહને છુપાવી દીધેલ અને કાર ભવાની હોટલ પાસે ખાંચામાં મુકી દઇ જેવી રાત થતાંની સાથે જ સંજય એ મંજુબેન લાશને બાચકામા ભરી સોમનાથ બાયપાસ રોડની અવાવરૂ જગ્યાએ મુકી દીધેલ હોવાનુ આરોપી સંજય બારીયા એ કુબલાત આપેલ જેથી વેરાવળ પોલીસ આરોપી સંજય ધનજી બારીયાની ધરપકડ કરી અને અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.