Abtak Media Google News

પોલીસ કાર્યવાહી બાદ કાર્યકરોએ અધિક કલેકટરને આવેદન પાઠવ્યું

શાળાઓની ફી માફી મુદ્દે જીલ્લા પંચાયત ચોકમાં ભેગા થયેલા આપના પ્રમુખ રાજભા ઝાલા સહીતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી જો કે અગાઉના આયોજન મુજબ અંતે કાર્યકરોએ કલેકટર કચેરી પહોંચીને આવેદન પાઠવ્યું હતું.

Advertisement

નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં તમામ ખાનગી શાળાઓ તેમજ કોલેજના અભ્યાસ કરતા વિઘાર્થીઓની આખા વર્ષની સઁપૂર્ણ ફી માફ કરવામાં આવે તેમજ આવતા બે વર્ષ સુધી કોઇપણ પ્રકારના ફ્રી વધારા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.

ગુજરાતની પ્રજા વર્ષોથી કોઇપણ પ્રકારના વળતરની આશા વગર સરકારને શિક્ષણવેરો ભરતી આવી છે એનો અર્થ એમ થાય કે ખાનગી શાળાના વાલીઓ આજ દિન સુધી પોતાના બાળક માટે બેવડા ‚રૂપિયા ખર્ચ્યા છે. સરકારને શિક્ષણવેરો પણ આપ્યો અને ખાનગી શાળાઓની સંખ્યા અને ગુણવતા બન્ને ઓછી છે. એટલે શિક્ષણવેરો ભરવા છતાં પણ વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલવા પડે છે. ર૦ વર્ષ સુધી ગુજરાતની પ્રજાએ જેટલા રૂપિયા શિક્ષણવેરા રુપે સરકારને આપ્યા છે. જો એલ.આઇ.સી. માં ર૦ વર્ષ સુધી રોકયા હોત તો આ મહામારીમાં બાળકનો ભણવાનો ખર્ચ અને ઘર ચલાવવાનો ખર્ચ બન્ને નીકળી જાત એટલે આજ દિવસ સુધી જે પૈસા પ્રજાએ સરકારને આપ્યા છે એના બદલમાં એક નાની અમથી માંગણી પ્રજા કરી રહી છે  જે સરકારે સંતોષવી  જ જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.