Abtak Media Google News

ગંજીવાડાનો બુટલેગર પાસામાં તળે અમદાવાદ સાબરમતી જેલ હવાલે

લોકસભાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અટકાયતી પગલા અને માથાભારે તેમજ બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરવા શરૂ કરાયેલી ઝુંબેશ અતર્ંગત વધુ બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરાયા છે.

ચુનારાવાડ શેરી નંબર શેરી નંબર ૧-૧૪માં રહેતા અને તાજેતરમાં જ ચોરીના ગુનામાં ઝડપાયેલા લખન બચુ માલાણી નામના શખ્સની અને દારૂના ગુનામાં ઝડપાયેલા ગંજીવાડાના હીપાલ ઉર્ફે લાખો દેવજી ગોહેલ નામના શખ્સની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસાનું વોરન્ટ ઇસ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.ટી.વાઢીયા સહિતના સ્ટાફે પાસાના વોરન્ટની બજવણી કરી બંને શખ્સોને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કર્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.