Abtak Media Google News

ના… ના… કરતે પ્યાર તુજહી સે કર બેઠે!!!

૧૧ લાખના માર્કને પાર કરી ૧૫૦ ટકાનો ઉછાળો બીટકોઈનમાં મળ્યો જોવા

વિશ્વ સાથે તાલમેલ મેળવવા માટે કોઈપણ દેશે વૈશ્ર્વિક તાલમેલ મેળવવો જરૂરી છે. વિશ્વ આખામાં બીટકોઈનનું ચલણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે તો બીજી તરફ ભારતમાં ક્રિપ્ટો કરન્સી અંગે હજુ પણ અછુતપણુ જોવા મળી રહ્યું છે. એક તરફ ભારત વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થવા માટે જે રીતે મહેનત કરે છે ત્યારે વિશ્વભરમાં જે રીતે ક્રિપ્ટો કરન્સીનું ચલણ જોવા મળે છે તેનો સ્વીકાર ભારતે કરવો જોઈએ પરંતુ હજુ સુધી ક્રિપ્ટો કરન્સીને દેશમાં માન્યતા મળી નથી છતાં ત્રણ વર્ષથી ભારતમાં બીટકોઈન ટોચ ઉપર પહોંચ્યું છે. આંકડાકિય માહિતી મુજબ ૧૧ લાખના માર્કને પાર કરી ૧૫૦ ટકાનો ઉછાળો બીટકોઈનમાં જોવા મળ્યો છે. કહેવાય છે કે મોટી નોટોને બીટકોઈનમાં સમાવવી દેવામાં આવે છે પરંતુ ભારત હજુ પણ ક્રિપ્ટો કરન્સીને અપનાવવા માટે જે મંજુરી મળવી જોઈએ અને જે વિશ્વસ આવવો જોઈએ તે હજુ સુધી આવી શકતો નથી.

લોકોને એ પણ પ્રશ્ર્ન ઉદભવિત થાય છે કે ક્રિપ્ટો કરન્સીના ઉપયોગથી બે નંબરી વ્યવહારોમાં વધારો જોવા મળશે. વિશ્વમાંથી એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જયાં ક્રિપ્ટો કરન્સી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે છતાં ભારતમાં બિટકોઈને ૩ વર્ષની ટોચે પહોંચ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે, બીટકોઈન તરફનો જે વિશ્ર્વાસ હોવો જોઈએ તે કયાંકને કયાંક વધી રહ્યો હોય. ડિસેમ્બર ૨૦૧૭થી બીટકોઈનમાં સર્વાધિક ટોચ ઉપર પહોંચવામાં ભારત નિષ્ફળ નિવડયું હતું પરંતુ બીટકોઈનમાં ૧૫૦ ટકાનો ઉછાળો હાલ જોવા મળી રહ્યો છે. ક્રિપ્ટો કરન્સીમાં ઘણીખરી કરન્સીનો સમાવેશ થતો હોય છે પરંતુ સૌથી વધુ લોક ચર્ચિત ક્રિપ્ટો કરન્સી હોય તો તે બીટકોઈન છે. ડિસેમ્બર ૨૦૧૭માં બીટકોઈન ૧૩,૨૭,૩૦૦એ જોવા મળ્યું હતું પરંતુ હાલ બીટકોઈન અંગે જો વાત કરવામાં આવે તો ૧૫૦ ટકાનો સીધો જ ઉછાળો જોવા મળ્યો છે.

અત્યાર સુધી ભારતમાં બીટકોઈનના વ્યવહાર ઉપર પાબંધી મુકવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ છે કે જો ભારત વૈશ્ર્વિક ફલક ઉપર પ્રસ્થાપિત થવા માંગતું હોય તો તેને ક્રિપ્ટો કરન્સીના વ્યવહારને અપનાવવો પડશે અને વિશ્ર્વ સાથે કદમથી કદમ મિલાવવુ પડશે. ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈન બાદ ઈથેરીયમ અને એકસઆરપી હોવા છતાં પણ તે બીટકોઈનની સામેની તુલનામાં આવી શકતું નથી. કહેવાય છે કે જો બીટકોઈનને મંજુરી મળવામાં આવે તો જે પેમેન્ટ અંગેના પ્રશ્ર્નો હાલ દેશમાં ઉદભવિત થઈ રહ્યા છે તેના પર પૂર્ણવિરામ મુકાશે અને નવા વિકલ્પો પણ જોવા મળશે. પેપાલના સંપર્ક સુત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે કંપની બીટકોઈન માટે નવું જ નેટવર્ક ઉભુ કરશે જેમાં અન્ય ક્રિપ્ટો કરન્સીને પણ સ્થાન આપવામાં આવશે. આ તમામ મુદાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ક્રિપ્ટો કરન્સીનું અછુતપણુ હોવા છતાં ભારતમાં બીટકોઈન ૩ વર્ષના ટોચે પહોંચ્યું છે ત્યારે આવનારો સમય પણ ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર માટે માન્ય કરવામાં આવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.