Abtak Media Google News

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા કલારસીક ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોંચાડવાનું એક પ્લેટફોર્મ મળે તે માટે ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

આવતીકાલે પ્રસ્તુત ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં પ્રસિઘ્ધ કલાકાર જયદાન ગઢવી ભજનોની જમાવટ કરશે. દેશી ભજનો, લોકગીતો, માતાજીની ચરજ હોય કે રાસ-ગરબા તમામને એટલો જ ન્યાય આપી પોતાની કલાને પ્રસ્તુત કરનાર જયદાન ગઢવીને લોક સંગીતની કલા વારસામાં મળી છે. તેના પિતા અજીતદાન ગઢવી સારા ભજનીક હોય આ કલા તેના લોહીમાં હોય તે સ્વાભાવિક છે.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ખાતે શાસ્ત્રીય ગાયનનો અભ્યાસ કરી લોક સંગીત ક્ષેત્રે હરણફાળ ભરનાર જયદાન ગઢવીએ ‘ચારણ ગાથા’ હરિફાઇમાં ખૂબ  જ સારી રજૂઆત કરી ફાઇનલ રાઉન્ડ સુધી પહોચ્યા હતા. ઉપરાંત ૨૦૧૮ અને ૨૦૧૯માં દુબઇ ખાતે ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ સુધી રાસ-ગરબાના કાર્યક્રમો દ્વારા ગુજરાતીઓને રાસે રમવા મજબુર કર્યા હતા.

ઉપરાંત ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા યુથ ફેસ્ટીબલમાં લોકગીતમાં રાજય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર જયદાન ગઢવીને આપણે આવતીકાલે માણશું…. જોવાનું ચૂકશો નહીં… ચાલને જીવી લઇએ….

કલાકારો

  • કલાકાર : જયદાન ગઢવી
  • એન્કર : પ્રીત ગૌસ્વામી
  • તબલા : મહેશ ત્રિવેદી
  • પેડ : કેયુર બુદ્ધદેવ
  • કી બોર્ડ : પ્રશાંત સરપદડીયા

આવતીકાલે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • * હરિહરાની મરજી……
  • * તમે વિશ્ર્વાસી નરને…..
  • * મોગલ આવે નવ રાત રમવા….
  • * માં તું ચૌદ ભૂવનમાં રેતી….
  • * પવિત્ર ચારણને નેસડે….
  • * સાચે દલ સમરૂ તને….
  • * એવી ધરતી રે ધ્રુજી ને….
  • * હારે કાન…..
  • * આઠે કુવાને નવ પાવઠા….
  • * મારૂ વનરાવન છે રૂડુ
  • * હે… કાન તારી મોરલીયે…
  • * હાલાજી તારા હાથ…..

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને  ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.