રાજકોટથી વિહાર કરી રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.નું જૂનાગઢ તરફ પ્રયાણ

તારક તીર્થકર પ્રભુ નેમનાથી પાવન અને પવિત્ર ભુમિ જૂનાગઢ ગિરનારની ધન્ય ધરા ઉપર ચાતુર્માસ અર્થે આજે ૨૯-૫ના રોજ રાજકોટથી વિહાર કરી રાષ્ટ્રસંત પરત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ઇશાપુર તરફ પધારશે. રાજકોટના ટુંકા રોકાણના અનેક સંઘો ભાવિકોએ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે દર્શનો લાભ લીધેલ.

ગોંડલ સંઘના પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી, મોટા સંધના પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી, મોટા સંઘના પ્રમુખ ઇશ્ર્વરભાઇ દોશી રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, અશોકભાઇ મોદી, સરકારદનગર સંઘના હરેશભાઇ વોરા, વિતરાગ નેમીનાથના ભરતભાઇ દોશી, નીતીનભાઇ ગોડા, સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇ, એડવોકેટ કમલેશભાઇ શાહ, વિભાશભાઇ શેઠ, સેવા સમ્રાટ રાકેશભાઇ રાજદેવ, કરુણા ફાઉન્ડેશનના મિત્તલભાઇ ખેતાણી, રમેશભાઇ ઠકકર,  જૈન, સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળા, જૈન અગ્રણી ઉ૫ેનભાઇ કોઠારી, ગુરુભકતો એડવોકેટ વિરેશભાઇ ગોડા, મયંકભાઇ વિરેનભાઇ, રક્ષિતભાઇ આદિ અનેક દર્શન વંદન કરી ધન્ય થયા હતા.

રાજકોટના લોકો કોરોના થી નિર્ભય તેવું માર્મિક સ્મિત કરતા રાજકોટના ભાવિકોને સાવધાની રાખી સરકારના તમામ આદેશોનું પાલન કરી કોરોના સામેનો જંગ જીતશું તેવી સકારાત્મક પ્રેરણા સંદેશ આપેલ.

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. આજરોજ ૨૯/૫ ના ઇશાપુર પધારશે. રવિવારે ભવનાથથી ગિરિ કંદરાના દ્રશ્યોથી સુશોભિત રરમાં તીર્થકર પ્રભુ નેમિનાથ ની પાવનભૂમિના દિવ્ય સ્પંદનો અનુભવતા ગિરનાર જૈન સંઘના ઉપક્રમે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.

Loading...