Abtak Media Google News

મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય શાખા દ્વારા ૬૬૯૩ ઘરોમાં ફોગીંગ કરાયું

ઝાડા-ઉલ્ટીના ૯૧, ટાઈફોઈડ તાવના ૩, મરડાના ૬, મેલેરિયાના ૬ અને કમળાના ૨ કેસ નોંધાયા

શહેરમાં ડેન્ગ્યુએ આતંક મચાવ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અઠવાડિયા દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના ૧૮ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે સામે આરોગ્યશાખાએ પણ મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે પુરતા પગલા લીધા છે. આરોગ્ય શાખાએ ૬૬૯૩ ઘરોમાં ફોગીંગ કરીને મચ્છરોના નાશ માટેની કામગીરી હાથધરી હતી.

આરોગ્યના અઠવાડિક રીપોર્ટ મુજબ શહેરમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવના ૧૪૬, ઝાડા-ઉલ્ટીના ૯૧, ટાઈફોઈડ તાવના ૩, મરડાના ૬, મેલેરિયાના ૬, કમળાના ૨ અને અન્ય તાવના ૨૭ તેમજ ડેન્ગ્યુના ૧૮ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસ મળતા તે વિસ્તાર જેમ કે મવડી, મચ્છાનગર, અમરનાથ સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી, અભિરામ પાર્ક, વિમલનગર, શ્યામલ પાર્ક, વિરાણી અઘાટ, વૃંદાવન સોસાયટી, શિવનગર, મહાવીરનગર, હાઉસીંગ કવાર્ટર દુધની ડેરી, રાજદિપ સોસાયટી, શ્રીહરી સોસાયટી, સમૃદ્ધિ આવાસ યોજના, વિદ્યાકુંજ સોસાયટી, શ્રીરામ પાર્ક અને મનહર પ્લોટ સહિતના વિસ્તારમાં ફોગીંગ તેમજ પોરાનાશક જેવી વાહક નિયંત્રણ કામગીરી કરવામાં આવી છે.2 115આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા ૩૯,૩૬૫ ઘરોનો સર્વે કરાયો છે. ૬૬૯૩ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું છે. વરસાદી ખાડા તથા કાયમી ખાડાઓમાં પમ્પ દ્વારા ૯૫ લીટર એમએલઓનો વપરાશ, મચ્છર ઉત્પતિ સબબ ૩૦૬ શાળા, કોલેજ, હોટેલ, હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ૨૭૪ આસામીઓને નોટિસ ફટકારાઈ હતી.

મચ્છરજન્ય રોગચાળા સંદર્ભે મળેલી ૫૫ જેટલી ફરિયાદોનો નિકાલ પણ કરાયો છે. ઉપરાંત ૮૭ ઘરોમાં પોરાભક્ષક માછલી વિતરણ કરવામાં આવી છે.3 87ખોરાકજન્ય રોગચાળાને અટકાવવા માટે ફુડ શાખાએ ૨૬ રેકડી, ૧૮ દુકાન, ૭ ડેરીફાર્મ, ૯ હોટેલ, ૬ બેકરી અને અન્ય ૨૮ મળીને કુલ ૯૪ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી અખાદ્ય ૪૭ કિલો ચીજ-વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાના ૧૨ આસામીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.