Abtak Media Google News

ત્રણે બેન્કોના ગ્રાહકોને કોઈ અસર થશે નહીં, પાસબુક, ચેકબુક બદલાવવાની રહેશે

કેન્દ્ર સરકારે બેન્ક ઓફ બરોડામાં દેના બેન્ક, વિજયા બેન્કનું મર્જર કરવાનું નક્કી કર્યું છે. મર્જર બાદ આ દેશની ત્રીજા નંબરની મોટી બેન્ક હશે. ટોચની બે બેન્કોમાં સ્ટેટ બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે. બેંકોની કથળતી સ્થિતિ નિયંત્રિત કરવા વિલીનીકરણનો સરકારનો નિર્ણય, એપીએ રિકવરી અને સ્ટાફ અરેજમેંટના પ્રશ્નો ઉભા થવા સામે કર્મચારીઑનો વિરોધ છે.

અગાઉ સ્ટેટ બેન્ક પણ તેની સંયોગી બેન્કોનું મર્જર કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ ડૂબેલી લોનમાં 90% હિસ્સો સરકારી બેન્કોનો છે. આરબીઆઈએ 21માંથી 11 સરકારી બેન્કો પર નવી લોન આપવા અંગે પ્રતિબંધ ફરમાવ્યો છે. બેન્કિંગ સિસ્ટમ વધુ મજબૂત બને તે માટે આમ કરાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.