Abtak Media Google News

ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાન અને નવાઝ શરીફ વચ્ચે ચૂંટણી જંગ

પાકિસ્તાનમાં લોકશાહી ટેસ્ટ થવા જઈ રહ્યો છે. મીલેટ્રીના હસ્તક્ષેપના આક્ષેપો વચ્ચે આગામી ૨૫મી જુલાઈએ પાકની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આગામી ૩૧ મેના રોજ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પીએમએલ એન સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

પાકિસ્તાન ચૂંટણીની તારીખોને રાષ્ટ્રપતિ મેમેનૂન હુસૈનની પાસે મોકલવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ તારીખો પર સહમતી દાખવી છે. અને પીએમએલએન સરકારનાં પાંચ વર્ષનાં કાર્યકાળ પૂર્ણ થવાના થોડા દિવસ પહેલા જ ચૂંટણી તારીખો નહી અધિકારીક ઘોષણા કરી દેવામાં આવી છે.

કાર્યકારી પ્રધાનમંત્રી પદ માટે સંભવિત ઉમેદવારોના નામોના સૂચનો માંગવામાં આવ્યા છે. તો બીજી તરફ પ્રધાન મંત્રી શાહીદ ખાકાન અબ્બાસીએ વિપક્ષી નેતા ખુર્શીદ શાહની સાથે આ મામલે ગયા અઠવાડીયે એક બેંક યોજી હતી. આ બેઠક પહેલા અબ્બાસીએ પીએમએલએન નેતાઓ નવાઝ શરીફ અને શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને પદ માટે ઉમેદવારોના નામો પર ચર્ચા કરી હતી.

પીએમએલ એનના નેતાઓએ આક્ષેપ કર્યો છેકે વિરોધ પક્ષ તરફથી તેમના પર દબાણ ઉભુ કરાઈ રહ્યું છે. જયારે પાક મીલેટ્રીએ રાજકીય બાબતોમા દખલગીરી કરવાની સખ્ત મનાઈ કરી દીધી છે.

જણાવી દઈએ કે, પાક.ની હાલની સરકારનો કાર્યકાળ ૩૧ મે એ પૂર્ણ થશે. પાકિસ્તાનના સંવિધાન મૂજબ કાર્યકાળ ખત્મ થવાના ૪૮ કલાકોમાં કાર્યવાહક સરકારનું ગઠન કરવાનું હોય છે. અને તે પછી બે મહિના બાદ દેશનાં નવી ચૂંટણી કરવાની હોય છે. ૨૫ જુલાઈએ સામાન્ય ચૂંટણીમાં કિક્રેટરમાંથી નેતા બનનારા ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીફ -એ- હંન્સાફ પાર્ટી નવાઝ શરીફની પાર્ટીને કડી ટકકર આપી શકે છે. પાકમાં લગભગ ૧૦.૫ કરોડ મતદાતાઓ છે જેમાં ૧.૭૭ કરોડ મતદાતાઓની ઉંમર ૧૮ થી ૨૫ની વચ્ચે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.