Abtak Media Google News

પૂલનામાં રૂકાવટ થશે તો ગ્રામજનો દ્વારા કલેકટર કચેરીએ ધરણાની ચીમકી

મોરબીના ચકમપર જીવાપર વચ્ચે આવેલ ઘોડાધ્રોઈ નદી પર નવો બ્રીજ બનાવવા બેઠો પુલ તોડી નાખવામાં આવ્યો હતો અને હવો પુલ બન્યો ના હોય જેથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે મામલે ગ્રામ પંચાયતે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે

મોરબીના ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ પરષોતમભાઈ કાલરીયાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ચકમપર જીવાપર રસ્તામાં જે ધોડાધ્રોઈ નદી આવેલ છે તે નદીમાં ચોમાસા દરમિયાન પડતી હાલાકીને પગલે નવો ઉંચો બ્રીજ બનાવવા માટે દસેક માસ પૂર્વે નદી પરનો બેઠો પુલ તોડી નાખવામાં આવ્યો હતો અને બાજુમાં વાહનોની અવરજવર માટે નદીમાં પાણી છોડવાના કારણોસર નદીમાં આવેલ ડાયવર્ઝનનું ધોવાણ થઇ ગયું હોય જેથી ચકમપર તેમજ અન્ય ગામો જેવા કે દેવળિયા, ઈશ્વરનગરના રહીશોને મોરબી જવા માટે ફરવા જવું પડે છે અને સમયનો વેડફાટ થવા સાથે હાલાકીનો સામનો પણ કરવો પડે છે હજુ પણ નવ પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી જેથી આગામી ચોમાસા પૂર્વે કામ પૂરું થાય તેવા હેતુથી નવા પુલનું કામ ઝડપથી શરુ કરવામાં આવે તેવી માંગ કરી છે અને તાત્કાલિક કામ શરુ ના કરાય તો કલેકટર કચેરીએ ગ્રામજનો ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.