Abtak Media Google News

કેશોદ નગરપાલિકાના સતાધિશો દ્વારા શહેરમાં આવેલા ૪૫૦૦૦થી વધારે મિલકતધારકો પાસેથી દિવાબતી કર અને સફાઈ કર વધારી વર્ષ ૨૦૧૯-૨૦૨૦થી લેવા માટે વહિવટી પ્રક્રિયા હાથ ધરતા સમગ્ર કેશોદ શહેરમાં વિરોધ ઉઠવા લાગ્યો છે.

કેશોદ શહેરમાં દરેક વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી અને ગુજરાત સરકાર દ્વારા કરોડો ‚પિયાના ખર્ચે બનાવવામાં આવેલી ભુર્ગભ ગટર યોજના ચાલુ કરવામાં આવી નથી. ભુગર્ભ ગટર યોજના અંતર્ગત પમ્પીંગ કામ બાકી છે અને ગંદા પાણીને કલોરીફાઈડ કરવાની કામગીરી બાકી છે. ભુગર્ભ ગટરનું કામ રાખનાર એજન્સી સાથે ત્રણ વર્ષ મરામત કરી આપવાનો કરાર પણ થયેલો છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પુરતા પ્રમાણમાં સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી નથી અને ગુજરાત સરકાર દ્વારા વિજળી બચાવવા એલઈડી લાઈટો લગાવી આપી છે.

આ એલઈડી લાઈટોથી ૭૫ ટકા વિજ વપરાશ ઘટયો છે અને કામ રાખનાર એજન્સી દ્વારા કરાર મુજબ મરામત અને વિજબીલ ભરપાઈ કરી આપવાનો છે. કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈ કર, રહેણાંક વિસ્તારમાં મિલકત દીઠ ‚રૂ.૭૨૦/- અને બિનરહેણાંક વેપાર ધંધાની મિલકત દીઠ ૯૬૦ વાર્ષિક ઉઘરાવવા પેરવી ચાલુ કરી છે.દિવાબતીકરમાં રહેણાંક મિલકતમાં ‚રૂ.૩૬૦, બિનરહેણાક વેપાર ધંધાની મિલકતમાં ‚પિયા ૭૨૦ ઉઘરાવવા જાહેર નોટીસ પ્રસિઘ્ધ કરી છે.

કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડયા દ્વારા કેશોદ શહેરના મુખ્ય ચોક વિસ્તારમાં શહેરના મિલકતધારકો પાસેથી નિયત નમુનામાં વાંધાઅરજી એકઠી કરી કમરતોડ વેરા વધારાનો વિરોધ કરશે. કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા તા.૨૨/૨/૨૦૧૯ને શુક્રવારે ચાર ચોક, તા.૨૩/૨/૨૦૧૯ શનિવારે શરદ ચોક, તા.૨૪/૨/૨૦૧૯ રવિવારે રેલવે સ્ટેશન રોડ, તા.૨૫/૨/૨૦૧૯ને સોમવારે ફુવારા ચોક, કોલેજ રોડ ખાતે છાવણી ઉભી કરી વાંધા અરજી લેવામાં આવશે. દિવાબતી કર અને સફાઈ કરની વાંધા અરજી નિયત નમુનામાં કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

વધુમાં વધુ પ્રમાણમાં મિલકતધારકો જાગૃત બની વધારે વેરાઓ સામે વાંધાઅરજીઓ આપે તેવી અપીલ કરી છે. કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડયાએ કેશોદ શહેરના વિવિધ વેપારી એસોસીએશન, સામાજિક સંસ્થા, યુવક મંડળ, મહિલા મંડળને પણ લેખિતમાં કેશોદ નગરપાલિકા સતાધીશોની મનમાની વિરુઘ્ધ રજુઆત કરી વિરોધ કરવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.