Abtak Media Google News

ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસો.નું કલેકટરને આવેદન: સરકાર તરફથી મદદ નહી મળી તો બસો સજજડ બંધ કરી દેવાની ચીમકી

લોકડાઉનને કારણે ટ્રાવેલ્સ ઉઘોગની માઠી બેઠી છે. ત્યારે સરકાર સમક્ષ ટ્રાવેલ્સ એસો.એ. મદદની અપેક્ષા રાખી છે. આ અંગે ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસો.એ. જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યું હતુ: કે ટ્રાવેલ્સ ઉઘોગને લોકડાઉન ખુલ્યા પછી એટલે કે જયારથી પેસેન્જર વાહન ચલાવવાની સરકાર તરફથી પરવાનગી મળે તે પછીથી ૬ માસ સુધી આરટીઓ- તમામ ટેકસ, માંથી મુકિત આપવી તદપરાંત પ્રોપટી ટેકસ અને રાજયના ધોરી માર્ગો પર લાગુ પાડવામાં આવેલ ટોલ ટેકમાં માફી આપવામાં આવે, પેસેન્જર વાહનોને કાયમી ધોરણે નોન યુઝ મુકવા માટે એડવાન્સ ટેકસમાંથી મુકિત આપવામાં આવે, જયારે લોકડાઉન નો સમયગાળો પૂરો થાય પછી અમારા વાહનો શરુ કરતી વખતે મેઇન્ટેનન્સ કરવા માટે વાહન દીઠ ‚. ૩૫ હજારની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉઘોગને ફરી રનીંગ કરવા વાહન દીઠ  એક લાખ સુધીની વગર વ્યાજે લોન આપવામાં આવે, હાલની પરિસ્થિતિને અનુલક્ષીને અનુલક્ષીને બેન્કોને ધિરાણના રીપેમેન્ટ પર ૬ મહિના માટે મુકિતના આદેશ આપવામાં આવે તેમજ આ મુકિતના સમયમર્યાદા દરમિયાન ધિરાણ પરનું વ્યાજ પણ માફ કરવાની સુચના આપવી જોઇએ.

સંપૂર્ણ લોકડાઉન સમય દરમિયાન બ્રેક ડાઉન રહેલી લકઝરી બસો માટેના દિવસો-બીજો પંદર દિવસ માટે વીમાના સમયમાં વધારાના પ્રીમીયમ ભર્યા વગર એકસટેન્શન મળવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.