Abtak Media Google News

શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત

રાજયની અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં વર્ગ-૩ અને પટ્ટાવાળાની નવા સેટઅપ મુજબ બિનશૈક્ષણિક કર્મચારીઓની સંખ્યા નહિવત છે જે હાલ પુરતી છે. જે સેટઅપ મુજબ વાત કરીએ તો કોવિડ-૧૯ની મહામારીના કારણે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું આટલા સ્ટાફમાં શકય ન હોય માટે રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિનશૈક્ષણિક કર્મચારીઓનો અગાઉ મુજબનો સ્ટાફ રાખવા પુન: અમલવારી કરવા શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત કરી છે.  ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦ સુધી રાજયની અનુદાનિત શાળામાં ૫૦૦ વિદ્યાર્થી માટે ૪ પટ્ટાવાળા અને ૩ કલાર્ક ફાળવવામાં આવતા હતા જે વર્ષ ૨૦૧૧થી ૫૦૦ વિદ્યાર્થીઓ માટે ફકત એક જ કલાર્ક અને એક જ પટ્ટાવાળા ફાળવવામાં આવ્યા છે જેને લઈને સંચાલકોને ખાસ મુશ્કેલી વેઠવી પડી રહી છે અને હાલ કોરોનાની મહામારીમાં જયારથી સ્કુલ શરૂ થશે ત્યારબાદ વિદ્યાર્થીઓનું થર્મલ ગન ટેસ્ટીંગ, બેલ વગાડવી અને વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ છે જેને લઈને તાત્કાલિક ધોરણે કર્મચારીઓનો સ્ટાફ જુના મુજબ કરવા તાતી જરૂરીયાત પડી છે જેને લઈને આજરોજ શિક્ષણ બોર્ડના સભ્યએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.