Abtak Media Google News

ઊનાના યુવા આગેવાન રસિક ચાવડાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને પત્ર લખી રજુઆત કરી

ઊનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાવનગર જિલ્લાના ગારિયાધાર નગરપાલિકામાં ક્ધટીજન્સી ખર્ચ તથા વાહન ખર્ચ બાબતે અમોએ આરટીઆઇ એકટ ૨૦૦૫ મુજબ માહિતી માંગતાં અમારે ધ્યાન ક્ધટીજન્સી વાઉચર નં ૧૬૧૯ તા. ૦૪/૦૯/૧૭ માં એડવાન્સ પેમેન્ટ ૫૦૦૦૦ (પચાસ હજાર) રોકડ વાઉચર થી કર્મચારી ને ચુકવણું કરેલ છે આ રીતે વાઉચરથી પચાસ હજાર જેવી રકમનું ચુકવણું કરી શકાય કે કેમ?  તેની તપાસ થવી જોઈએ અને બે વર્ષ જેવો સમય થયો હોવા છતાં તંત્રને  આ  વાત ધ્યાને ના આવી  હોય તો શંકાસ્પદ છે.

આવી જ રીતે અન્ય વાઉચર મા વાહન ખર્ચ વાઉચર નં ૧૬૧૭ અને વા. નં ૧૬૧૨ તા. ૦૪/૦૯/૧૭ માં એક જ દિવસમા જિલ્લા લેવલે જવા માટે બે વાહનો નો ખર્ચ ઉધારવા માં આવ્યો છે  ત્યારે એક જ વ્યક્તિ એકજ દિવસમાં એક જ સ્થળે બે વાહનોમાં કઈ રીતે જઈ શકે ?? આ રીતે અનેક ખર્ચ નગરપાલિકા દ્વારા વાઉચર  દ્વારા ઉધારવામા  આવેલા છે ત્યારે સરકારશ્રી ના નાણાંનો દુરઉપયોગ કરવા સબબ જવાબદાર તમામ  અધિકારીઓ/પદાધિકારીઓ/કર્મચારીઓ સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે અને ડીસમીસ કરવા સુધીની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવે. હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા તટસ્થ પણે કાર્યવાહીમાં આવે છે કે હાથ પર હાથ મૂકીને બેસી રહે છે તે તો હવે આવનારા સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.