ખંભાળિયામાં ચીફ ઓફિસરની કાયમી નિયુક્તિ કરવા માંગ

નાગરિક સમિતિ તથા વેપારીઓની રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા પાલિકાના ચીફ ઓફિસરની જેતપુર બદલી થવાના દિવસો પછી પણ નવા નિમાયેલા ચીફ ઓફિસર સિંહા હાજર ન થતાં તેમનો ચાર્જ સિકકા ચીફ ઓફિસરને સોંપાયો હોય ઇન્ચાર્જને બદલે કાયમી ચીફ ઓફિસર તથા કડક અને વ્યવસ્થિત કામગીરી કરે તેવાને મુકવા નાગરિક સમિતિ તથા વેપારીઓ તથા જાગૃત નાગરિકોએ માંગ કરી છે.

હાલ આ માસમાં જ પાલિકાની મુદત પુરી થઇ જાય છે તથા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પડી છે જેનો ઉપયોગ થયો નથી. ત્યારે વ્યવસ્થિત અને કાર્યનિષ્ઠ ચીફ ઓફિસરની તાકિદે નિયુકિત થાય તો ખંભાળિયાના પડતર પ્રશ્ર્નો હલ થાય તેમ હોવાથી માંગણી કરવામાં આવી છે.

Loading...