Abtak Media Google News

જામનગર જિલ્લામા સતવારા મહિલા ફરિયાદી ને બેફામ અભદ્ર ભાષા બોલનાર ફોજદાર જે.કે.મોરી સામે સમાજ લાલઘુમ થયો છે અને ડીસમીસ કરવાની માંગણી કરી છે જોકે એસ.પી.પ્રદીપ સેજુળે તેને બદલાવી હાલ રીઝર્વ મા રાખી દઇ ત્યા જામનગર થી પી.એસ.આઇ. વી.કે.ગઢવી ને મુકાયા છે.

જામનગરના સિક્કા પોલીસ દફતરના પીએસઆઈ દ્વરા અરજદાર મહિલા સાથે કરાયેલા અભદ્ર વર્તનને લઈને આજે સથવારા ઉગ્ર બન્યો હતો……આ ઘટનાની પોલીસે ગંભીરતા નહિ લેતા એક હજાર ઉપરાંત લોકોએ શહેરના જાહેર માર્ગો પર વિશાળ રેલી કાઢી કલેકટર અને એસપીને આવેદન પત્ર પાઠવ્યા હતા…વીટીવી દ્વારા પોલીસે અધિકારીના આ વર્તનને સૌ પ્રથમ પ્રસારિત કરાયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો….બીજી તરફ જીલ્લા પોલીસવડાએ પીએસઆઈની ત્વરિત બદલી કરી…લોકોના રોસને હાલ પુરતો ઠારી દીધો છે….

જામનગર જીલ્લાના સિક્કા પોલીસ દફતરના પીએસઆઈ જયેશ મોરી દ્વારા એક અરજદાર મહિલા સાથે અત્યંત નિમ્ન કક્ષાનું વર્તન કરવામાં આવ્યું હતું….ન્યાય માંગવા પોલીસ દફતર ગયેલી મહિલા પર પીએસઆઈ મોરીએ આચરેલ વાણી વર્તનના  ઓડિયોને  સૌ પ્રથમ વીટીવી એ દર્શાવી…પોલીસ અધિકારીના આ વર્તનને વાખોલ્યું હતું….વીટીવીના આ અહેવાલ બાદ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો….છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા….દરમિયાન પોલીસવડાએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા…

પોલીસ અધિકારીના મહિલા સાથેના અભદ્ર વર્તનને લઈને હાલ મામલો ગરમાયો છે….. પોલીસ અધિકારી સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે…..ત્યારે આ પ્રકરણમાં લાંબા સમય બાદ પણ પોલીસ દ્વારા પીએસઆઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી…….મહિલા ઉપરાંત પીએસઆઈ મોરીએ સમગ્ર સથવારા સમાજ સામે પણ અભદ્ર ભાષામાં વાણી વિલાસ ઉચ્ચારવામાં આવતા…..સમાજ પણ ઉગ્ર બન્યો હતો….

આજે સથવારા સમાજના ધારાસભ્ય વલ્લભ ધારવીયા સહિતના સમાજ અગ્રણીઓની આગેવાનીમાં જામનગરમાં વિશાળ રેલી યોજાઈ હતી…..એક હજાર ઉપરાંત ભાઈઓ અને બહેનોએ રેલીમાં જોડાઈ….પોલીસ અધિકારી અને પોલીસ વિરોધી સુત્રોચચાર કર્યો હતો….લાલબંગલા ખાતેથી નીકળેલી એકાદ કિલો મીટર રેલી પ્રથમ એસપી કચેરી પહોચી હતી….જ્યાં આગેવાનોએ આવેદન આપ્યું હતું…પોલીસ વડાએ પીએસઆઈ સામે કડક કાર્યવાહી કરવાની ધારણા આપી પીએસઆઈની તુરંત બદલી કરી નાખતો ઓડર કર્યો હતો…..ત્યારબાદ આ રેલી કલેકટર કચેરી પહોચી હતી…વહીવટી અધિકારીએ પણ યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી હતી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.